ભગવતીપરામાં તીનપતીનો જુગાર રમતાં છ સાગરીતો પકડી પાડ્યા
રાજકોટ, ભગવતીપરામાં જાહેરમાં જુગાર રમતાં છ સાગરીતોને રૂ.5,600 ની રોકડ સાથે બી ડીવીઝન પોલીસની ટીમે ઝડપી પાડી કાયદેસરની તપાસ કરી હતી. દરોડાની વિગત મુજબ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.યુ.વાળા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં. ત્યારે તેની સાથેના કોન્સ્ટેબલ વિશ્ર્વજીતસિંહ ઝાલાને મળેલ ચોકકસ બાતમીના આધારે હનિદ હુસેન બુકેરા, ઈમરાન ઈબ્રાહીમ બુકેરા, રાયકો ત્રીકમદાસ રામાનંદી, વિવેક કાના ગમારા, વિશાલ બચુ મુંધવા અને અશોક મંગલદાસ રામાનંદીને રૂ.5,600ની રોકડ સાથે ઝડપી પાડી કાયદેસરની તપાસ કરવામાં આવી હતી.