ઘંટેશ્વર પાસેથી ચોરાઉ બાઈક સાથે બે ઇસમો પકડાયા 

રાજકોટ, ઘંટેશ્ર્વર પાસેથી મજુરીકામ કરતા રાજુ અને સંજય નામના ઇસમો મોજશોખ માટે બાઈક ચેરીના રવાડે ચડીને ચોરાઉ બાઈક રૂ.15 હજારના મુદામાલ સાથે ક્રાઈમ બ્રાંચની ટીમે પકડી પાડ્યા હતા. પ્રાપ્ત વિગત મુજબ શહેર ક્રાઈમ બ્રાંચના પીઆઈ જે.વી. ધોળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.કે. કડછા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા. ત્યારે તેની સાથેના હેડ કોન્સ્ટેબલ અંશુભાનભા ગઢવી તથા ક્રિપાલસિંહ જાડેજાને મળેલ ચોકકસ બાતમીના આધારે જામનગર રોડ પર ઘંટેશ્ર્વર પાસે પાર્ક હોટળ નજીક બાઈક સાથે જતા રાજેશ ઉર્ફે રાજુ ભનુ ચૌહાણ અને સંજય મનસુખ જોષીને અટકાવીને બાઈક વિષે પુછપરછ કરતા બાઈક તસ્કરીનું હોવાનું જણાવ્યું હતું અને બાઈક એક માસ પહેલા ગોકુલનગરના ગેટ પાસે કોઠારીયા રોડથી તસ્કરી કરી હોવાનું કબુલ્યું હતું. ઉલ્લેખનીય છે કે આરોપીની વધુ પૂછપરછમાં તેઓ મજુરી કામ કરતા હોય અને બાઈક લેવાની આર્થીક સ્થિતિ ન હોય જેથી બાઈકની તસ્કરી કરીને ફેરવતા હતા. આ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.