મોરબીના બેલા ગામ પાસેથી દારૂના જથ્થા સાથે એક શખ્સ પકડાયો
મોરબીના બેલા ગામના બસ સ્ટેન્ડ પાસેથી યુવાનને દારૂના જથ્થા સાથે મોરબી તાલુકા પોલીસની ટીમે પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના બેલા ગામ પાસેથી રાજેશ વિસાભાઇ મકવાણાની તલાસી લેતા તેની પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૨ કિંમત રૂ.૩,૬૦૦ નો મુદામાલ કબ્જે કરી આરોપી રાજેશની અટક કરી ધોરણસરની તપાસ હાથ ધરી છે.