મોરબીના ટીંબડી પાટિયા પાસે કારમાં દેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ પકડાયો

મોરબીના ટીંબડી ગામના પાટિયા પાસેથી કારમાં દેશી દારૂની હેરાફેરી કરનાર શખ્સને પકડી પાડીને પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા હાઈવે પર ટીંબડી ગામના પાટિયા પાસેથી કાર જીજે ૦૫ સીજી ૨૬૩૫ ને રોકી તલાશી લેતા કારમાંથી દેશી દારૂ ૧૦૦ લીટર મળી આવ્યો હતો. જેથી પોલીસે દેશી દારૂ અને કાર સહીત ૫૨,૦૦૦ નો મુદામાલ કબ્જે કરી આરોપી ઇમરાન સલીમ માણેક રહે માળિયા વાળાને પકડી પાડીને વધુ તપાસ ચલાવી છે.