ગાંધીધામમાં જાહેરમાં આંકડા લેતો સાગરીત ઝડપાયો
ગાંધીધામ શહેરના એફ.સી.આઇ. રોડ ઉપર જાહેરમાં લોકોને આંકડાનો જુગાર રમાડતા એક સાગરીતને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ સાગરીત પાસેથી રૂ.5,200 નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. શહેરના એફ.સી.આઇ.રોડપરથી ભારતનગર 9-બીમાં રહેતા ધર્મેન્દ્ર સોમા પટેલ નામના સાગરીતની અટક કરવામાં આવી હતી. આ સાગરીત ગઇકાલે રાત્રિના અરસામાં લોકોને જાહેરમાં આંકડા રમાડતો હતો. પોલીસે તેને ઝડપી પાડી તેની પાસેથી આંકડા લખેલી ચિઠ્ઠી, પેન, રોકડા રૂ.200 તથા એક મોબાઇલ એમ કુલ રૂ.5,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.