મુંદરામાં પાઇપની તસ્કરી કરતા બે નિશાચરો ગાર્ડના હાથે પકડાયા


ભુજ, મુંદરા પોર્ટ માર્ગ પરની લેન્ડમાર્ક એમ.ટી. પાર્કની દીવાલ કુદાવી પાઇપની તસ્કરી કરતા બે નિશાચરોને ત્યાંના ગાર્ડે રંગેહાથ પકડી પાડ્યા હતા. આ ઘટના અંગે કંપનીના મેનેજર રાકેશભાઇ નાઇએ મુંદરા પોલીસ સ્ટેશને લખાવેલી ફરિયાદ અનુસાર આરોપીઓ રઘુવીર કલ્યાણ માલજી શર્મા તથા વિક્રમસિંહ વિશનસિંહ રાઠોડ (રહે. બંને નાના કપાયા, મૂળ રાજસ્થાન)ના મધ્યરાત્રિના અરસામાં એમ.ટી. પાર્કમાં કોટન સ્ટીલના પાઇપો નંગ-80 કિંમત રૂ.49,144ની ફૂટની દીવાલ કુદાવીને તસ્કરી કરી રહ્યા હતા. ત્યારે ગાર્ડને ધ્યાન આવતાં આ બંનેને રંગેહાથ પકડી પાડ્યા હતા. મુંદરા પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.