અંજારના રાજા કાપડીનગરમાં એક ખુલ્લા મકાનમાંથી રૂ.૬૯૫૦ નો દારૂ મળી આવ્યો


અંજારના રાજા કાપડીનગરમાં એક ખુલ્લા મકાનમાંથી પોલીસે રૂ.6,950નો દારૂ કબ્જે કર્યો હતો. પરંતુ આરોપી સકંજામાં આવ્યો ન હતો. અંજારના દબડા વિસ્તારમાં આવેલા રાજા કાપડીનગરમાં સાંજના અરસામાં પોલીસે દરોડો પાડ્યો હતો. આ નગરના મકાન નંબર 61-બીમાં રહેનાર વિજય કરશન ગઢવી નામનો ઈસમ દારૂ વેચતો હોવાની પૂર્વ બાતમી પોલીસને મળી હતી. જેના આધારે’ પોલીસ તેના ઘરે પહોંચી ગઇ હતી. આ ઈસમને પોલીસ આવતી હોવાની ગંધ આવી જતાં પોતાના મકાનના દરવાજા ખુલ્લા મૂકીને તે સરકી ગયો હતો. મેકડોવેલ્સ નંબર-1ની 750 એમએલની 12 બોટલ, ઓલ સિઝન્સ ગોલ્ડન કલેકશનની 750 એમએલની 7 બોટલ એમ 19 બોટલ કિંમત રૂ.6,950 નો અંગ્રેજી દારૂ કબ્જે કરવામાં આવ્યો હતો. આ ઈસમને સકંજામાં લેવા આગળની તજવીજ પોલીસે હાથ ધરી છે.