ભચાઉ-ગાંધીધામ માર્ગે અજાણ્યાં વાહનની હડફેટે 18 વર્ષીય યુવાનનું મોત

acc

copy image

copy image

ભચાઉ-ગાંધીધામ માર્ગે અજાણ્યાં વાહનની હડફેટે 18 વર્ષીય યુવાનનું મોત થયું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગાંધીધામની ખાનગી કંપનીમાં મજૂરી કામ કરનાર કલ્લુકુમાર રામુ ચૌહાણ નામનાઓ યુવાન એપલ આર્કેડની સામે કટ નજીક રસ્તો ઓળંગી રહ્યો હતો તે સમયે અજાણ્યાં વાહનને તેને હડફેટે લેતા તે ગંભીર રીતે ઘાયલ થયોં હતો. ગંભીર ઇજાઓના પગલે તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો પરંતુ સારવાર કારગત નીવડે પૂર્વે જ તેનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.