માળિયાના જુના બસ સ્ટેન્ડ પાછળ જુગાર રમતા ત્રણ ઇસમો ઝડપી પડાયા


માળિયાના જુના બસ સ્ટેન્ડ પાછળ તળાવની પાર પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને માળિયા પોલીસની ટીમે પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા, ડીવાયએસપી અતુલકુમાર બંસલ અને સીપીઆઈ પી એચ લગધીરકાના માર્ગદર્શન હેઠળ માળિયા પોલીસ સ્ટેશનના પી એસ આઈ બી ડી જાડેજાની સુચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન જુના બસ સ્ટેન્ડ પાછળ તળાવની પાર પાસે જાહેરમાં જુગાર રમતા ફતેમામદ તાજમામદભાઈ જામ, સાવદીનભાઈ હૈદરભાઈ માણેક અને ફારૂકભાઈ હનીફભાઈ માલાણીને રોકડ રકમ રૂ.૧૧,૫૦૦ સાથે પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી છે. માળિયા પોલીસની આ કામગીરીમાં પી એસ આઈ બી ડી જાડેજા, ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઈ રાઠોડ અને મહેન્દ્રસિંહ ચુડાસમા સહિતની ટીમે કરેલ છે.