અંજારમાં ઝાયલો કારમાંથી ૮૬હજારનો દારૂ ઝડપાયો. ૨ આરોપી પૈકી એક ફરાર એક ની ધરપકડ.
અંજાર પોલીસને મળેલ બાતમીના આધારે અંજાર પોલીસે વોચ ગોઠવતા કુંભારડી થી આવી રહેલી જીજે 8 આર 9912 નંબરની ઝાયલોકર પસાર થતાં પોલીસે તેની તલાશી લીધી હતી. કારમાંથી દારૂની જીનની ૭૫૦ ml ની ૨૦૪ બોટલ અને ૧૮૦ ml ની ૧૪૪ બોટલ મળી ફુલ્લ રૂ. ૮૫,૮૦૦/- નો દારૂ જપ્ત કર્યો છે. પોલીસે કરેલ રેઇડ દરમિયાન હરિભાઈ કાનાભાઈ કેસરિયા (રહે.જવાહરનગર) નામનો શખ્સ ફરાર થઈ ગયો હતો જ્યારે શામજી વેલાભાઈ ઢીલા (રહે. નાના ખીરસરા,અંજાર) નામનો શખ્સ ઝડપાઇ ગયેલ છે. આરોપીએ કુંભરડીના અકાભાઈ સથવારા પાસેથી દારૂ લાવ્યા હોવાનું કબુલ્યું છે. પોલીસે કાર સહિત મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.