માધાપરની એમ.એસ.વી.હાઈસ્કૂલના આચાર્ય જયંત પાઠકની જમીન કૌભાંડમાં ધરપકડ.

ભુજ તાલુકાના દહીંસર ગામમાં જમીનના નકલી દસ્તાવેજો બનાવવાના કેસમાં માનકુવા પોલીસે માધાપરની હાઈસ્કૂલના આચાર્ય જયંત ચંદુલાલ પાઠકની ધરપકડ કરી છે. તથા કોર્ટે જયંત પાઠકના ૧૦મી જુલાઈ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.

માનકુવા પોલીસ મથકના પી.આઇ વિક્રમસિંહ ચંપાવતના જણાવ્યા અનુસાર દહીંસર ગામે આવેલી સર્વે નં. ૮૭/૧, ૮૭/૨ ની જમીન પચાવી પાડવાના ઇરાદે નકલી દસ્તાવેજો બનાવવા રમેશભાઈ વતી જમીનનું પાવરનામું ધરાવતા ઇન્દ્રજીતસિંહ જાડેજાએ ૧૯/૮/૨૦૧૬ માં એક મહિલા સહિત ચાર લોકો વિરુદ્ધ માનકુવા પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી. જરમાં જયંત પાઠક, દિનેશ શિવજી હાલાઈ, રતનબેન રવજી લીંબાણી અને મહેશ કરશન જીવાણી નો સમાવેશ થાય છે. પોલીસે ચાર આરોપીમાંથી જયંત પાઠકની ધરપકડ કરી છે. આરોપીઓએ બનાવેલા નકલી દસ્તાવેજો માંથી એક દસ્તાવેજમાં સાક્ષી તરીકે જયંત પાઠકે સહી કરી હતી. પોલીસ રિમાન્ડ દરમિયાન મહત્વની માહિતીઓ મળવાની પોલીસને આશા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *