નવાયાર્ડ વિસ્તારમાં પ્રતિબંધિત લુડો ગેમ પર જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે પકડી પાડ્યા

વડોદરાઃ નવાયાર્ડ વિસ્તારમાં પ્રતિબંધિત લુડો ગેમ પર જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે પકડી પાડી જુગારધારા હેઠળ તજવીજ કરી હતી. નવાયાર્ડ કુમારચાલ પાસે સાંજના અરસામાં રિક્ષાઓની આડમાં બેઠેલા કેટલાક લોકો પ્રત્યે પોલીસને શંકા જતા દરોડો પાડયો હતો. જે દરમિયાન ચાર શખ્સો મોબાઈલ પર લુડો ગેમ રમતા હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે સાઝેબખાન મોહંમદકાસીમ પઠાણ, ગુલઝાર મોહંમદસફી પઠાણ, સલીમ ખાન ખલીલખાન પઠાણ તેમજ અફઝલખાન અબ્દુલહસન પઠાણની અટક કરી ૪ મોબાઇલ તેમજ રોકડા રૂ.૨,૧૦૦ જપ્ત કર્યા હતા. આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.