માળિયા હળવદ હાઈવે પર કારે મોટરસાઈકલને હડફેટે લેતા વૃદ્ધનું મૃત્યુ
મોરબીના માળિયામાં અણીયાળી ટોલનાકા પાસે હળવદથી માળિયા તરફના રોડ પર આવતા દરિયા હોટલની સામે hyundai કંપનીની verna ગાડી રજીસ્ટર નંબર GJ-O5-JP- 4777 જે પોતાની કારને પુરઝડપે ગફલતભરી રીતે ચલાવી સામેથી આવતા મોપેડ રજીસ્ટર નંબર. GJ-03-EK-9168 ના ચાલકે પ્રેમજીભાઈ થોભણભાઇ જાકાસણયા પટેલને પાછળથી ઠોકર મારી હડફેટે લઇ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા ઘટના સ્થળે જ પ્રેમજીભાઈનું મૃત્યુ થયું છે કારચાલક અકસ્માત થતાની સાથે જ ઘટના સ્થળેથી નાસી છુટયો હોય પોલીસે કલમ એક્ટ મુજબ ગુનો દાખલ કરીને અજાણ્યા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.