શરાબ અને જુગાર સામે ભચાઉ પોલીસની ખાસ ડ્રાઈવમાં ૧૩ પૈકી ૧૦ ‘નીલ દરોડા’

ગાંધીધામ, તા. ૮ : શરાબ તથા જુગારની બદીને બંદ કરવા માટે ભચાઉ પોલીસે વિશેષ ડ્રાઈવરનું આયોજન કરી ભચાઉ પોલીસ મથક હેઠળ આવતા વિસ્તારોમા ચાર જુદી-જુદી ટિમ બનાવી લિસ્ટેડ બુલેટગરો પર રેઇડ પાડવામાં આવી હતી. પરંતુ આ છાપા દરમ્યાન ૧૦ નીલ રેઇડ થઈ હતી તો 3માં પોલીસને સફળતા મળી હતી. પોલીસ દ્વારા લૂણવાના શામજી રવા કોળી પાસેથી દેશી શરાબ બનાવવાનો આથો ૪૦૦ લિટર, રામવાવના સુરેશ સામા કોળી અને જંગીના કરશન રાઘુ કોળીને વીજપાસર ફાટક પાસેથી ઝડપી પાડી ૬૦ લિટર દેશી શરાબ અને બાઇક કબ્જે કરવામાં આવી હતી. તથા મનફરાના નીતાબેન ખોડા કોળી પાસેથી પોલીસે ૨ લિટર દેશી શરાબ કબ્જે લીધો હતો. તેમજ અન્ય ૧૦ દરોડા નીલ રહ્યા હતા. પૂર્વ કચ્છમાં દેશી શરાબના હાટડા હજુ પણ બેરોકટોક કે ધાપટામાં ચાલુ હોવાનું આવા બનાવોની પ્રતિત થઈ રહ્યું છે. પેલા પણ ભચાઉમાં લઠ્ઠાકાંડ સર્જાઈ ચૂક્યું છે. હાલમાં અમદાવાદમાં કથિત લઠ્ઠાકાંડ થયા પછી સમગ્ર રાજ્યની પોલીસ દોડતી થઈ છે. ત્યારે બે નંબરી ધંધાવાળા હજુ પણ બિન્ધાસ્ત કે ચોરી, છૂપીથી દેશી ,ઇંગ્લિશ દારૂ વેચતા હોવાનું જણાય છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.