સરકારી ચોપડે સૌને અચ્છે દિન બોટાદ વોર્ડ નંબર 8 માં પાણીની વિકટ પરિસ્થિતિ, લોકો પરેશાન, નીંભર તંત્રની આંખ ખૂલતી નથી

ઢાકણીયા રોડ બોટાદ નકળંગ ધામની બાજુમાં આવેલા વોર્ડ નંબર 8 માં પાણીની લાઈન તૂટી ગયેલી હાલતમાં હોય જાહેર રોડ રસ્તા પર પાણીની રેલમછેલ જોવા મળી રહી છે. બીજી તરફ સ્થાનિક રહીશો દ્વારા પીવા નું પાણી મળતું નહીં હોવા અંગે અવાર નવાર રજૂઆત કરાઈ છે પરંતુ બોટાદ નગરપાલિકા આ પ્રશ્નનો કોઈ નિકાલ લાવવામાં અસમર્થ હોય તેમ નિષ્ફળ સાબિત થઈ છે. આઠ આઠ દિવસે પાણી મળતું હોય અને તે પણ અપૂરતી માત્રામાં, ત્યારે ધોમ ધખતા તાપમાં લોકો પાણી માટે વલખા મારતાં જોવા મળે છે. આં અંગે બોટાદ નગરપાલિકાના પ્રમુખશ્રી ને તથા અધિકારી ઓ ને વાંરવાર રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ જાણે વોર્ડ નંબર 8 નગરપાલિકા વિસ્તારમાં આવતો જ ન હોય તેમ જરૂરી રીપેરીંગ કે સુવિધા દુરસ્ત કરવામાં આવતી નથી સ્થાનિક લોકો કહી રહ્યા છે કે ગરીબ અને પછાત લોકો રહેતા હોય નગરપાલિકા ઓરમાયુ વર્તન કરી રહી છે ત્યારે તાત્કાલિક ધોરણે લાઇન રીપેરીંગ કરી બોટાદ શહેરના નગરજનોને જરૂરી પ્રાથમિક સુવિધા પૂરતી મળી રહે તે ઘટતું કરવા માંગ ઉઠવા પામી છે.