ભચાઉ ગાંધીધામ નેશનલ હાઇવે પર ચોપડવા બ્રીજ પાસે ટાયર ફાટતાં ઘઉં ભરેલ ટ્રક પલ્ટી મારી ગયું. 

પૂર્વ કચ્છમાં રોજબરોજ અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે ભચાઉ ગાંધીધામ નેશનલ હાઇવે પર ચોપડવા બ્રીજ પાસે ઘઉં ભરેલ ટ્રક ગાંધીધામ જઈ રહ્યો હતો ત્યારે ટાયર ફાટતાં ટ્રક પલ્ટી થઈને રોડની બીજી બાજુ ખાબ્યું હતું. અકસ્માતના કારણે ટ્રાફિકની લાંબી લાઈનો જોવા મળી હતી. બનાવને પગલે નેશનલ હાઇવે વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.