રાપર તાલુકામાં ચોરી, લૂંટના બનાવોથી બચવા જાહેર ચોક તથા રસ્તાઓ ઉપર CCTV લગાવવા માંગ.

રાપરમાં ચોરીઓ અને લૂંટફાટ જેવા કિસ્સાઓ બંદ થાય અને જનજીવન ભયમુક્ત જીવી શકે તે માટે રાપરના ૧૨ જાહેર ચોક પર CCTV કેમેરા લગાવવા શહેરી વિકાસ મંત્રી અને જિલ્લા કલેક્ટરને ધારાસભ્ય દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

ધારાસભ્ય સંતોકબેન આરેઠીયા એ જણાવ્યું હતું કે રાપર તાલુકાના મુખ્ય મથકે દરરોજ હજારોની સંખ્યામાં લોકોની અવરજવર થાય છે છેલ્લા ઘણા સમયથી ચોરી,લૂંટ, દારૂ, અકસ્માત જેવા બનાવો વધી ગયા છે . જેના નિરાકરણ માટે દેના બેન્ક ચોક, સેલારી નાકા વિસ્તાર, બસ સ્ટેન્ડ વિસ્તાર, માંડવી ચોક વિસ્તાર, આથમણા નાકા વિસ્તાર, કોર્ટ રોડ, કન્યા છાત્રાલય વિસ્તાર, સરકારી બગીચા પાસે, પ્રગપર ચોકડી પાસે, ત્રમ્બૌ ચોકડી, માલી ચોકડી, અયોધ્યા પુરી ચકરા અને નવાપરા વિસ્તારના જાહેર ચોક, રસ્તાઓમાં CCTV કેમેરા લગાવવામાં આવે તો વેપારીઓ તેમજ ગ્રામજનો ભયમુક્ત જીવન જીવી શકે. તેવી રજુઆત કરવામાં આવી છે.

આ બાબતે આગાઉ પણ રાપર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રજુઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ જ કાર્ય વહી થઈ નથી.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *