માંડવીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં 58 લાખની સરકાર સાથે છેતરપિંડી.
માંડવીમાં ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદેલી મગફળીની બોરીઓ વધુ બતાવીને રૂ. 58 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાથી ત્રણ જણ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ઓછા દરે મગફળી તથા અન્ય ખેતપેદાશોની કિશાનો પાસેથી ખરીદી કરતા નાફેડ દ્વારા નિમાયેલી ગુજપ્રો કંપની સાથે રૂ.57.96 લાખની છેતરપિંડી કરવામાં આવી છે. આ મામલે ગુજપ્રોના બોર્ડ સભ્ય હેમંતકુમાર ભીખુભાઇ નાયક દ્વારા માંડવીના રૂકમાવતી રૂરલ એગ્રો પ્રોડ્યુસ કંપનીના મુખ્ય કારોબારી અધિકારી નાગલપર ના કાંતિભાઈ રતિલાલ રાબડીયા અને ટેકાના ભાવે ખરીદી ઉપર દેખરેખ રાખવા માટે નિયુક્ત કરાયેલા ધર્મેશ વિશાવલિયા અને પંડ્યા તરીકે ઓળખાવાયેલા શખ્સ સામે ગુનો દાખલ કરાયો છે. ફરિયાદમાં ખોટા દસ્તાવેજો કાગળો બનાવવા સહિતના આરોપ મુકાયા છે. પોલીસે ફરિયાદને ટાંકી આ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજપ્રો દ્વારા માંડવીમાં રૂકમાવતી રૂરલ એગ્રોને ઓછા દરે મગફળી ખરીદવા તથા સંપૂર્ણ કાર્યવાહી માટે ધર્મેશ વિશાવલિયા સાથે ઓક્ટોબર 2017 માં કરાર કરાયા હતા. જે પછી કરાયેલી ખરીદીના મોકલાયેલા કાગળો અને બિલોના આધારે ગુજપ્રો એ નાફેડને રૂ.16.45 કરોડ આપવા માટેના પત્ર પણ પાઠવ્યો હતો અને આ પૂરેપૂરી રકમ ચુકવાઈ પણ ગઈ હતી .
કાગળિયાની કાર્યવાહી અને ચકાસણી દરમિયાન બે પહોંચ ખોટી હોવાનું જણાયું હતું. અને 57.96 લાખનું ચુકવણી થઈ ગઈ હોવાનું સપાટીએ આવ્યું હતું. તપાસમાં એવું પણ બહાર આવ્યું હતું કે આવેલી મગફળીની બોરીઓની સંખ્યામાં છેકછાક કરી વધારે બોરીઓની આવક બતાવી સરકાર સાથે છેતરપિંડી કારવામાં આવી હતી. માંડવી પોલોસે આગળની તપાસ હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.