આરોપી જાહેરમાં ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીર્ટે કેફી પીણું પીધેલ હાલતમાં મળી આવેલ હોવાથી ગુનો દાખલ કરાયો

શ્રી દલપતભાઈ નરસિંહભાઈ પરમાર અ. પો. કોન્સ. બ.નં. ૨૬૩૬ ભુજ શહેર બી. ડિવિઝન પોલીસ સ્ટેશન ભુજ- કચ્છ અમો સાહેબ સાથે પો.સ્ટે. વિસ્તારમાં પો. વાહનથી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ચાંદ હોટલ જી.આઇ.ડી.સી. રોડ પાસે પહોચતા સામેથી એક આરોપી શંકાશ્પદ હાલતમાં જોવામાં આવતા તુંરત જ પો.વાહન ઉભું રાખી તેની પૂછપરછ કરતા તેના મોઢા માથી કેફી પીણાંની તીવ્રવાસ આવતી હોવાથી સાહેબ શ્રી એ નજીકમાથી બે રાહદારી પંચોના માણસોને બોલાવી હકીકત ની સમજ કરી સદર આરોપીનું  પાંચો રૂબરૂ નામઢામ પૂછતાં પોતાનું નામ અકબર અલાઉદીન બલોચ ઉ.વ. ૩૫ રહે.કામરૂનદેશ સંજયનગરી ભુજ વાળો હોવાનું તોતડાતી જીભે જણાવેલ અને મજકૂરની આંખો જોતા નશાતળે ઘેરાયેલ લાલધુમ દેખાતી હોય અને મજકૂરને હલાવી-ચલાવી જોતા મજકૂર પોતે પોતાનું શરીરનું સમતોલનપણું જાળવી શકતો ન હતો અને તે નશાયુકત હાલતમાં હોય તેની પાસે જાહેરમાં  કેફી પીણું પીવા અંગે પાસ પરમીટની માંગણી કરતા પોતાની પાસે આવી કોઈ પાસ પરમીટ નહી હોવાનુ જણાવેલ અને મજકૂરની અંગ ઝડતી કરતા કોઈ વાધાજનક ચીજ વસ્તુ મળી આવેલ નથી કે કોઈ ચીજ વસ્તુ કબ્જે કરેલ નથી આ અંગેનું વિગતવારનું પંચનામું આપ ક.૧૯/૪૫ થી ક.૨૦/૧૫ સુધીનું પુરતા મોબાઇલના લાઇટના અજવાળે કરી લઈ પંચનામું પુરૂ થયે મજકૂર આરોપીને અટકાયતના કારણોની જાણ કરી તેને ધોરણસર અટક કરેલ.

જેથી અકબર અલાઉદીન બલોચ ઉ.વ. ૩૫ રહે.કામરૂનદેશ સંજયનગરી ભુજ વાળો  જાહેરમાં ગેરકાયદેસર રીતે વગર પાસા પરમીર્ટે કેફી પીણું પીધેલ હાલતમાં મળી આવી પકડાઇ જઇ ગુનો કરેલ હોય તેના સામે ધી ગુજરાત પ્રોહીબીશન એક્ટ ની કલમ. ૬૬-૧-બી ધોરણસર થવા ફરીયાદ નોંધેલ  છે