સાણંદ તાલુકા પત્રકાર એકતા સંગઠનના હોદ્દેદારોની નિમણૂંક કરાઈ
ગુજરાત રાજ્યના ૩૦ જિલ્લાઓમાં કારોબારી ધરાવતા રાજ્યના એકમાત્ર પત્રકાર એકતા સંગઠન (ગુજરાત) દ્વારા તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ નવીન કારોબારીની રચના માટે બેઠકોનો દોર ચાલુ છે. ત્યારે સંગઠન એજ શક્તિ ના સૂત્ર સાથે આજના સમયમાં સંગઠનની એકતા અનિવાર્ય બની છે. જેમાં પત્રકાર એકતા સંગઠનની સાણંદ તાલુકા કક્ષાએ વધુ મજબૂત બને તે માટે કારોબારીની રચના કરવા માટે સાણંદ તાલુકાની પત્રકારોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર આયોજન પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડિયા, પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગ પંડ્યા, ઝોન 6 ના પ્રભારી ભરતસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ સહપ્રભારી દિનેશભાઇ કલાલ અને અમદાવાદ જિલ્લા પ્રમુખ હસમુખભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું. જેમાં અમદાવાદ IT સેલ અંકિતભાઈ મકવાણા અને સાણંદ તાલુકાના પત્રકાર મિત્રો જોડાયા હતા. આ બેઠકમાં સાણંદ તાલુકાના પત્રકારોની વિવિધ હોદ્દો પર સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખપદે ચિરાગભાઈ પટેલ, ઉપપ્રમુખ પદે જીગ્નેશભાઈ, મુળરાજસિંહ, ફઝલભાઈની નિમણૂંક કરવામાં આવી હતી. જ્યારે મહામંત્રી પદે બલોલભાઈ, ગૌરવભાઇ ઠક્કર, ગુલાબભાઇ અને મંત્રી તરીકે રબ્બાની મલેક, સુનિલભાઈ રાઠોડ, ગોપાલભાઈ મકવાણા તથા સહમંત્રી તરીકે અભિષેકભાઈ વગેરે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.