પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ
પોલીસ મહાનીરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી પુર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ પુર્વ-કચ્છ જીલ્લામાં તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર નાઓએ અંજાર વિભાગમાં પ્રોહીબીશનની બદી નેસ્તનાબૂત કરવા તથા પ્રોહીબીશનના વધુમાં વધુ કેશો કરવા સુચના આપેલ હોય જે આધારે એચ.કે.હુબલ પોલીસ ઇન્સપેકટર ગાંધીધામ એ-ડીવીઝન પોલીસ સ્ટેશન ની સુચનથી ગાંધીધામ એ-ડીવીઝન પોલીસ સ્ટાફના માણસોને પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી આધારે ગળપાદાર ગાંધીધામ માથી મેકડોવેલ્સ નં. ૧ ઓરીજીનલ ફોર સેલ ઇન હરિયાણા, બોટલ નંગ ૭૦, કિંમત ૨૬,૨૫૦/- આ મુજબ પ્રોહી મુદામાલ પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
પકડાયેલ આરોપી –
રમેશભાઈ ઉર્ફે ખોડો વેલાભાઈ મરંડ ઉ.વ. ૪૨ રહે. ગળપાદાર ગાંધીધામ.
પકડવાનો બાકી આરોપી –
નરેન્દ્રસિંહ ઉર્ફે કાળુભા ભરતસિંહ જાડેજા રહે. ગળપાદાર ગાંધીધામ.
ઉપરોકત કામગીરી પોલીસ ઇન્સ્પેકટર એચ.કે.હુંબલ તથા એ.એસ.આઇ. ગોપાલભાઇ નાગશીભાઇ તથા રણજીતસિંહ તથા કૃષ્ણસિંહ નરેન્દ્રસિંહ તથા જગદિશભાઇ ખેતાભાઇ તથા રાજાભાઇ મહેન્દ્ર્કુમાર તથા રામગર મોહનગર નાઓ દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ છે.