ઇંગ્લીશ દારૂનો વેપલો કરતા વધુ એક ઇસમને કાયદાનું ભાન કરાવતા ભાવનગર મદદનીશ પોલીસ અધીક્ષક તથા ટીમ

ભાવનગર રેન્જના આઇ.જી.પી.શ્રી અશોકકુમાર સાહેબનાઓની સુચના મુજબ ભાવનગર પોલીસ અધિક્ષકશ્રી ડૉ. રવિન્દ્ર પટેલ સાહેબે જિલ્લામાં ચાલતી પ્રોહી-જુગાર તેમજ અન્ય અસામાજીક પ્રવૃતિઓને ડામવા માટે અવાર-નવાર સુચનાઓ આપેલ છે જે અનુસંધાને..

આજરોજ શરૂ રાત્રીના મદદનીશ પોલીસ અધિક્ષક તથા ભાવનગર ડીવીજન ટીમના પોલીસ કોન્સ. હરજીતભાઇ ખાચર તથા માણસો ભાવનગર સીટી વિસ્તારમાં નાઇટ રાઉન્ડમાં હતા, તે સમયે ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. આર.આઇ.સોલંકી તથા ડી સ્ટાફના પોલીસ કોન્સ. નીલેશભાઇ અનીલભાઇ તથા પોલીસ કોન્સ. નરેન્દ્રસિંહ બલરાજસિંહ તથા મહીલા પોલીસ કોન્સ. પ્રિયંકાબેન કાંતીભાઇ સાથે ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન મદદનીશ પોલીસ અધીક્ષક શ્રી સફીન હસન સાહેબને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકિકત મળેલ કે “ શીવાજીસર્કલ પેટ્રોલપંપની બાજુમાં ધાવડીમાં વાળા ખાંચામાં રહેતા વિક્રમ ઉર્ફે વિક્કી હરજીભાઇ જાંબુચા નામના માણસે તેના રહેણાંકના મકાનમાં ઇંગ્લીશ દારૂ વેચાણ અર્થે ઉતારેલ છે ” જે હકિકત આધારે રેઇડ કરતા નીચેની વિગતે ઇંગ્લીશ દારૂનો જથ્થો તથા ઇંગ્લીશ દારૂના વેપારના રોકડા રૂપીયા ૧,૪૦,૦૦૦/- મળી આવેલ છે. જે અનુસંધાને ઘોઘારોડ પો.સ્ટે. ગુ.ર.નં.11198006220782 પ્રોહી. કલમ-65(A.E) 116(B) મુજબનો ગુન્હો દાખલ કરી આગળની તપાસ પોલીસ સબ ઇન્સ. શ્રીવી.વી.પંડયાએ હાથ ધરેલ છે.

આમ ભાવનગર ડીવીજનના મદદનીશ પોલીસ અધીક્ષક શ્રી સફીન હસન સાહેબ તથા તેમની ટીમએ તેમજ ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પી.આઇ. શ્રી આર.આઇ.સોલંકી તથા સ્ટાફ સાથે મળી વધુ એક વખત ઇંગ્લીશ દારૂનો  જથ્થો પકડી પાડેલ છે.

મળી આવેલ ઇંગ્લીશ દારૂ-

ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની MC DOWELLS’ NO.01 SUPERIOR WHISKY ORIGINAL ની પેટી (બોક્ષ) નંગ-૦૭ જેમાં બોટલ નંગ-૮૪ કિ.રૂા.૨૯,૪૦૦/- તથા રોકડા રૂા.૧,૪૦,૦૦૦/- મળી કુલ રૂા.૧,૬૯,૪૦૦/- નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો.