વામકા સુધી કારમાં પહોંચેલા 80 હજારના દારૂ સાથે 1 જબ્બે

ભચાઉ તાલુકાના વામકા ગામ સુધી કારમાં પહોંચેલા રૂ.80 હજારના વિદેશી શરાબના જથ્થા સાથે એક આરોપીને પોલીસે પકડી કાર અને મોબાઇલ સહિત કુલ રૂ.4.85 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો હતો.સામખિયાળી પોલીસ મથકની ટીમ ગત રાત્રે પેટ્રોલિંગ દરમિયાન હલરા પાસે પહોંચી ત્યારે બાતમી મળી હતી કે કંથકોટ તરફથી સ્વિફ્ટ ડિઝાયર કારમાં દારૂની હેરફેર કરાઇ રહી છે જે કંથકોટ વામકા રોડ પર નિકળવાની છે.આ બાતમીના આધારે વામકા રોડ પર વોચ ગોઠવી બાતમી મુજબની કાર આવતાં તેને રોકી તલાશી લેતાં રૂ.58,500 ની કિંમતના વિદેશી દારૂની 156 બોટલ, રૂ.4,800 ની કિંમતના 48 ક્વાર્ટરિયા અને રૂ.16,800 ની કિંમતના બિયરના 168 ટીન મળી કુલ રૂ.80,100 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો મળી આવતાં ત્રંબૌના સુરેશ પ્રેમજીભાઇ કોલીની અટક કરી કાર અને મોબાઇલ સહિત કુલ રૂ.4,85,100 નો મુદ્દામાલ જપ્ત કરી હેડકોન્સ્ટેબલ સુભાષચંદ્ર રાજગોરે તેના વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હોવાનું પીએસઆઇ એન.કે.ચૌધરીએ જણાવ્યું હતું.