ભાવનગર, તળાજા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઘરફોડ ચોરીનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, તથા પોલીસ અધિક્ષક શ્રી રવિન્દ્ર પટેલસાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પો.સબ ઇન્સ.શ્રી એન.જી.જાડેજા, શ્રી પી.આર.સરવૈયા તથા પેરોલ ફર્લો તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસો ને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.
ગઇકાલે ભાવનગર એલ.સી.બી.નાં પોલીસ હેડ કોન્સ. અરવિંદભાઇ બારૈયા તથા સંજયભાઇ ચુડાસમાને સંયુકત રીતે માહિતી મળી આવેલ કે, તળાજા પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં. ૨૦૮૮/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૪૫૪, ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી રાજુભાઇ જીણાભાઇ ગોહિલ રહે. દિનદયાળનગર, તળાજાવાળો હાલ-રૂમ નંબર-૮૦૬૩, ત્રણ માળીયા, સિધ્ધાર્થ સોસાયટી, ભરતનગર, ભાવનગર રહે છે. જે માહિતી વાળી જગ્યાએ જઇ તપાસ કરતાં રાજુભાઇ ઉર્ફે રાજુ ટોપી જીણાભાઇ ગોહિલ ઉ.વ.૩૩ ધંધો-ડ્રાયવીંગ રહે.દિનદયાળનગર, તળાજાવાળો હાલ-રૂમ નંબર-૮૦૬૩, ત્રણ માળીયા, સિધ્ધાર્થ સોસાયટી, ભરતનગર, ભાવનગરવાળો હાજર મળી આવતાં તેને હસ્તગત કરી ભરતનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ.જે અંગે તળાજા પોલીસ સ્ટેશનને પણ જાણ કરવામાં આવેલ.
આમ, ભાવનગર, તળાજા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઘરફોડ ચોરીનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેવામાં એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડને સફળતા મળેલ છે.
આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ નાં પોલીસ ઇન્સ.શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પોલીસ સબ ઇન્સ. પી.આર.સરવૈયાની સુચના અને માર્ગદર્શન અનુસાર એ.એસ.આઇ. મહિપાલસિંહ ગોહિલ, પો.હેડ કોન્સ. અરવિંદભાઇ બારૈયા, સાગરભાઇ જોગદિયા, મહેન્દ્દભાઇ ચૌહાણ, ઘનશ્યામભાઇ ગોહિલ પો.કોન્સ. સંજયભાઇ ચુડાસમા, ધર્મેન્દ્રન્સિંહ ગોહિલ એ રીતેના સ્ટાફના માણસો જોડાયા હતાં.
રિપોર્ટર એઝાદ શૈખ ભાવનગર