ગાંધીધામમાં માસાના નિધન બાદ ભાણેજે ખોટી સહીઓ વડે 9.04 લાખની ઠગાઇ કરી

ગાંધીધામમાં ભાણેજે માસાના નિધન બાદ તેમની ખોટી સહીઓ કરી બેંક એફડી, વીમાની રકમ જેવી કિંમતી સિક્યુરિટી, ચેક અને ડોક્યુમેન્ટ ખોટી રીતે ઉપયોગ કરી રૂ.9.04 લાખની છેતરપિંડી કરી હોવાની ઘટના એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.
મુળ આંધ્રપ્રદેશના હાલે સેક્ટર-7 માં રહેતા 49 વર્ષીય શુભલક્ષ્મી સન્મુખરાવ ઇલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પતિ સન્મુખરાવનું ગત 6 જુન 2021 ના રોજ અવસાન થયું હતું. તેમની હયાતીમાં આશાપુરા કાર્ગો કેરિયર્સના નામે વ્યવસાય કરતા હતા. તેમનું ડોક્યુમેન્ટનું કામ શુભલક્ષ્મીબેનનો વોર્ડ 7, ડી-1 માં રહેતો ભાણેજ શેખરરાવ દુર્યોધનના બોધ્ધાવર્ષ-2015 સુધી સંભાળતો હતો.
પતિનું અવસાન થયું હોવાનું જાણતો હોવા છતાં શેખરરાવે આશાપુરા કાર્ગો કેરિયર્સ ના નામની એક્સિસ બેંકની બે એફડી રૂ.2,00,000 તેમના પતિની ખોટી સહી કરી ઉપાડી લીધી હતી અને રૂ.2,93,000 નો ચેક પોતાની મારૂતિનંદન લોજિસ્ટિકના નામે લખી પતિની ખોટી સહી કરી હતી. તેમના સીએ દ્વારા કરવામાં આવેલી ટેક્ષ રિફન્ડની રકમ બાબતે તપાસ કરતાં જાણવા મળ્યું કે ભાણેજ પતિની ખોટી સહિ કરી છેતરપિંડી કરી છે તપાસ કરતાં ભાણેજ શેખરરાવે તેમની પતિની ખોટી સહિ કરી કિંમતી સિક્યુરિટી, ચેક અને ડોક્યુમેન્ટ જેને ખોટી રીતે ઉપયોગ કરી કુલ રૂ.9,04,000 ની છેતરપિંડી કરી હોવાનો ખ્યાલ આવતાં તેમણે એ-ડિવિઝન પોલીસ મથકે ભાણેજ વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી.