ગાંધીધામ તથા અંજાર વિસ્તારમાં કોમ્બીંગ કરી વિદેશી તથા દેશી દારૂ બનાવતા / વેચાણ કરતા ઇસમો પર કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ કચ્છ, ગાંધીધામ

બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહી./જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે આજરોજ પોલીસ ઈન્સપેક્ટરશ્રી એમ.એન.રાણા એલ.સી.બી.નાઓની આગેવાનીમાં અલગ અલગ ટીમો દ્વારા દેશી દારૂની પ્રવૃતિ વાળા કાર્ગો એકતાનગર, મચ્છુનગર તથા અંજાર પો.સ્ટે. વિસ્તારોમાં કોમ્બીંગ કરી વિદેશી તથા દેશી દારૂ બનાવતા તેમજ વેચાણ કરતા ઇસમો પર નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી માટે ગાંધીધામ બી ડીવીઝન તથા અંજાર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે

(૧) રંજનબેન બાબુ ઠાકોર રહે. કાર્ગો એકતાનગર ગાંધીધામ (૨) શનિબેન ચંદુભાઇ ઠાકોર રહે. કાર્ગો એકતાનગર ગાંધીધામ (3) જીવણ વીરા કોલી રહે. ઇન્દીરાનગર ઝુંપડા મચ્છુનગરની બાજુમાં ગાંધીધામ (૪) શાંતિબેન રાજુભાઇ કોલી રહે. ઈન્દીરાનગર મચ્છુનગરની બાજુમાં ગાંધીધામ (૫) પ્રકાશ ગોપાલભાઇ ધેડા રહે. રોટરીનગર ગાંધીધામ (૬) અશોક પરબતભાઇ ધેડા રહે. સેક-૭ પ્લોટ નં-૨૬૪, ગાંધીધામ (૭) મેરાભાઇ હાજાભાઈ રબારી રહે. મોડવદર તા. અંજાર આમ કુલે દેશી દારૂ લિટર-૬૬ કિં.રૂ. ૧૩૨૦/- તથા આથો લિટ૨ ૧૦૦૦ કિં.રૂ. ૨૦૦૦/- તથા વિદેશી દારૂની બોટલ નંગ-૫ કિં.રૂ. ૧૮૫૦/- નો મુદ્દામાલ તથા મોબાઇલ ફોન નંગ-૧ કિં.રૂ .૫૦૦૦/- તથા મો.સા. નંગ-૦૧ કિં.રૂ. ૪૦૦૦૦/- પડી પાડી કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એમ.એન.રાણા તથા પોલીસ સબ ઇન્સપેકટર કે.એન.સોલંકી તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.

રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ