ગાંધીધામમાં ખતરાની ઘંટી


ગાંધીધામ આદિપુરને જોડતા ટાગોર રોડ પર કેટલાક વીજપોલ સડી અને નમી જતા તે ડીવાઈડર પરજ પડી ગયા છે અથવા તો રોડ સાઈડમાં રાખી દેવાયા છે. તો આવીજ પરિસ્થિતિ અન્ય કેટલાક ઉભેલા સ્ટ્રીટ પોલની પણ જોવા મળે છે. આ રોડ પર કોઇ પણ સમયે વાહનોનું સારુ એવું આવન-જાવન રહે છે ત્યારે પડુ પડુ થતા આ પ્રકારના વીજપોલ નગરજનો માટે સંભવિત ખતરો અને જોખમી હોવાનો સુર ઉઠવા પામ્યો છે.
નોંધવું રહ્યું કે ભુકંપ બાદ પોર્ટ દ્વારા પોલ લગાવાય હતા. સમય જતા પાલિકાએ તેની લાઈટને બદલાવીને એલઈડી આરોપીત કરી હતી. પરંતુ આ તમામ વચ્ચે ક્ષારયુક્ત વાતાવરણ હોવાથી સતત પોલની બગડતી સ્થિતિ પર કોઇ ધ્યાન ન અપાતા હાલમાં ઘણા ઉભેલા પોલની સ્થિતિ પર પણ ધ્યાન આપવું પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ હોવાનું નગરજનો જણાવી રહ્યા છે.
રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ