અંજારમાં જુગાર રમતા નવ શખ્સો ઝડપાયા.

ગાંધીધામ ,તા. ૧૨ : અંજારના ગંગા નાકા વિસ્તારના કોળીવાસમાં ત્રાટકી પોલીસે બે મહિલા સહિત નવ શખ્સોની અટક કરી હતી. જુગટુ રમતા આ ખેલીઓ પાસેથી રોકડા રૂ. ૧૦,૪૪૦ /-હસ્તગત કરવામાં આવ્યા હતા. અંજારની નગરપાલિકા કચેરી સામે આવેલા કોળીવાસમાં આજે બપોરે પોલીસ ત્રાટકી હતી. અહીના ચોકમાં જાહેરમાં ધાણીપાસા વડે જૂગટું રમતા નવીન ધિંગા કોળી ,હસીફશા જમનશા શેખ, જમાલશા મામદશા શેખ, નીતિન પચાણ મહેશ્વરી, ઇમામશા ઇસબશા શેખ, ઇબ્રાહિમશા ઈસ્માઈલશા શેખ, સલીમશા આલમશા શેખ, પરમાબેન પચાણ રાઠોડ અને અમરતબેન મનુ કોળીને સ્થાનિક પોલીસે ઝડપી પાડ્યા હતા, જુગાર રમતા આ શખ્સો પાસેથી પોલીસે રોકડા રૂ. ૧૦, ૪૪૦ /-કબ્જે કર્યા હતા.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.