પધ્ધરમાં આકાશી વીજળી પડતા ૨૨ વર્ષીય યુવતીનું મોત, ભાઈ-ભાભી માત્ર પાંચ જ ફૂટ દૂર હતા.

તા : ૧૬.૭.૧૮: નો બનાવ

ભુજ તાલુકાના પધ્ધર ગામે આકાશી વીજળી ત્રાટકતા ૨૨ વર્ષીય યુવતી નું મોટ થયું હતું. સોમવારે સાંજે પાંચ થઈ સાડા પાંચ વાગ્યાના અરસામાં આ દુર્ઘટના ઘટી હતી. મૃતક યુવતી ઊર્મિલાબેન રમણ ભાઈ ડામોર પધ્ધરના વાડી વિસ્તારમાં ડાહ્યાભાઈ વાલાભાઈ ખૂંગલાની વાડી માં તેના ભાઈ-ભાભી સાથે ખેતમજૂરી કરી પરત ફરી રહી હતી. ત્યારે એકાએક આકાશી વીજળી તેના પર કાળ બની ત્રાટકી હતી. તેનો ભાઈ ભાઈ ધર્મેન્દ્રકુમાર તેને તરતજ ભુજની જી.કે.જનરલ હોસ્પિટલે લઇ આવ્યો હતો પરંતુ ત્યાંના ફરજ પરના તબીબે તેને સારવાર પહેલાજ મરણ જાહેર કરી હતી.

યુવતી તેના ભાઈ-ભાભીથી માત્ર પ ફૂટ જ દૂર હતી. જેથી તેને ભાઈ-ભાભીનો ચમત્કારીક બચાવ થયો હતો. આ પરિવાર મૂળ મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના કુરેટા ગામના વતની છે . કચ્છ ચોમાસુ દુર્ઘટનામાં સત્તાવાર રીતે પહેલું મોત નોંધાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *