ગાંધીધામ વોર્ડ નંબર બે ના કાઉન્સિલર શ્રીમતી ઉષાબેન મીઠવાણી ની નવી પહેલ..

ગાંધીધામ વોર્ડ નંબર બે ના કાઉન્સિલર શ્રીમતી ઉષાબેન મીઠવાણીએ સમસ્યાના સમાધાન માટે નવી પહેલ કરી છે, જેમાં સિંધુ વર્ષા ના રહેવાસી 170 જેટલા ગરીબ પરિવારને આવકના દાખલાના ફોર્મ ભરી અને મામલતદારશ્રી દ્વારા આવક ના દાખલા બનાવી તેમના ઘર સુધી પહોંચાડવામાં આવ્યા હતા, ત્યાંના રહેવાસીઓ એ ઉષાબેન નો આભાર માન્યો હતો.
ઉષાબેન સતત ત્રણ વર્ષથી લોકોની સમસ્યાઓ નો સમાધાન લાવે છે, ઉષાબેન ની ટીમમાં સિંધુ વર્ષા ના કાર્યકર્તાઓ જેમાં પ્રકાશ સંગતાણી, શમનીષભાઈ શર્મા, શ્રી જયંતી મીઠવાણી, હરેશ આસનાણી, રમેશભાઈ ક્રિપલાની, તુલસી ભાનુશાલી, લલિત નાથાણી અને સર્વ કાર્યકર્તાઓ હંમેશા હાજર રહે છે.
સિંધુ વર્ષમાં લગભગ ૩૦૦ પરિવાર વસવાટ કરે છે જેની સમસ્યા છે કે ૩૦ વર્ષથી પાણીની સપ્લાય રાત્રે 12:30 વાગે આપવામાં આવે છે, અને ફોર એ વિસ્તારમાં પણ અડધી રાત્રે પાણીની સપ્લાય કરવામાં આવે છે તે ટાઈમ બદલાવી અને સવારના ભાગે પાણી આપવાની સર્વે લોકો એ ફરિયાદ કરેલ જેની ખાતરી ઉષાબેન મીઠવાણી એ આપી હતી કે વહેલી તકે પાણી સવારે આપવામાં આવશે. કાર્યક્રમને સફળ બનાવવા નંદુ મીઠવાણીએ જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ