અંજાર વિસ્તારમાં દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠીઓ પર કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ–કચ્છ, ગાંધીધામ

બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહી./જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે આજરોજ પોલીસ ઇન્સપેકટ૨ શ્રી એમ.એન.રાણા એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી. દ્વારા અંજાર પો.સ્ટે. વિસ્તારમાં વીડી ગામે દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠીઓ ૫૨ રેઇડો કરી નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે .
આરોપીઓના નામ ( ૧ ) અરવિંદ ગોવિંદભાઇ કોલી રહે . વીડી કોલીવાસ તા.અંજા ૨ ( ૨ ) રાજુભાઇ ભચુભાઇ કોલી રહે . સ્કુલની બાજુમાં વીડી તા.અંજાર (૩) ૨૫ જી હાસમ કોલી રહે . વીડી તા.અંજાર આમ ડુલે દેશી દારૂ લિટર -૬૦ કી.રૂ. ૧૨૦૦ / – આથો લિટ૨-૮૦૦ ડી.રૂ. ૧૬૦૦ / – ગ૨મ આથો લિટર -૧૦૦ કી.રૂ. ૨૦૦ / – ઠંડો આથો લિટર -૬૦૦ કી.રૂ. ૧૨૦૦ / – ગમેલુ નંગ -૧ કી.રૂ. ૨૦૦ / – ક ૨ ણફુલ નંગ -૧ ડી.રૂ. ૦૦/૦૦ ગેસનો ચુલો નંગ -૧ કી.રૂ. ૫૦૦ / – તથા ગેસની બોટલ નંગ -૧ કી.રૂ. ૧૦૦૦ / – કુલે કિ.રૂ. ૫૯૦૦ / | મુદ્દામાલ પકડી પાડી કાર્યવાહી કરવામાં આવેલ છે .
આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.રાણા તથા પોલીસ સબ ઈન્સપેકટર કે.એન.સોલંકી તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે
રિપોર્ટ ભારતી માખીજાણી અંજાર