રાજ્યમાં દારૂ એન ઉંચી વ્યાજખોરીના દુષણ ને કડકાઈ થી ડામો – ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ

અંજાર, તા. ૧૬-૦૫-૨૦૨૨, ઈત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટના પ્રમુખ દ્વારા ગુજરાત ના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી અને રાજ્યના પોલીસ મહાનિર્દેશક આશિષભાઈ ભાટીયાને પત્ર પાઠવી રજૂઆત કરાઈ છે કે અહીંસા અને ન્યાયના સિદ્ધાંતના પ્રણેતા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની માતૃભુમી એટલે ગુજરાત રાજ્ય જે આર્થિક, ઔદ્યોગિક તથા સામાજિક રીતે વિકસિત થયેલ છે. તેમ છતાં પણ રાજ્યમાં વ્યાપક પ્રમાણમાં દારૂ અને ઉંચી વ્યાજખોરીનું દુષણ ડામવા આપણે મહદઅંશે નિષ્ફળ રહ્યા છીએ. આજે આપણા સમાજના નીચલા તબક્કાના લોકો માં દારૂની નશાખોરી તેમજ વ્યાજનું સંકળામણ તેમના જીવન પર માઠી અસર કરે છે. રાજ્યમાં સમાજને કોરી ખાતાં દારૂ અને વ્યજ્ખોરીના દુષણ ને ડામવા સરકાર સખ્ત થી સખ્ત કદમ ઉઠાવે તેવી અપીલ કરાઈ છે.

        હાલે રાજ્યમાં મોટા પ્રમાણ માં નીચલા તબક્કાના મજદૂર વર્ગ સ્થાનિક વિસ્તારોમાં બનતાં દેશી દારૂનું સેવન કરે છે. જે દેશી દારૂ મોટા ભાગે આરોગ્ય માટે પ્રતિબંધિત પદાર્થ, કેમિકલ્સ નો ઉપયોગ કરી દારૂનું ઉત્પાદન કરે છે. જેનું સેવન કરનાર લોકો દારૂ રૂપી ધીમું ઝેર પીવે છે. આ દેશી દારૂ સેવન કરનારાઓ ચાર થી પાંચ વર્ષમાં તેમના આંતરડા અને લીવર સંપૂર્ણ ખત્મ કરી દે છે. જેના અંતે તેમનો કરુણ મોત નીપજે છે. દેશની યુવા પેઠી દેશનું ભવિષ્ય છે. તે યુવાન પણ આજે આ દેશી દારૂની લત નો શિકાર બનતો જાય છે. આ દુષણ ના કારણે રાજ્યના લાખો પરિવારો બેહાલ બન્યા છે. તેથી જ સરકાર તેમજ પોલીસ તંત્ર દ્વારા આ જાન લેવા દુષણ ને ડામવું અતિ જરૂરી છે. દરરોજ મજુરી કામ કરી અને રૂ. ૨૦૦ થી ૩૦૦ કમાવવા વાળો મજુર વર્ગ સાંજે પોતાના પરિવારને અનાજ કે અન્ય જીવન જરૂરિયાતો પૂરી કરવા ના બદલે દારૂની લતના શિકાર બનેલા બે જવાબદાર લોકો આસાની થી મળી આવતાં દેશી દારૂ માંજ પોતાની આખા દિવસની કમાણી ખર્ચ કરી નાખે છે. પરિણામે તેમના બાળકો ને ભીખ માંગવાનો સમય આવે છે.

        રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર આ ફાંસી રૂપી દારૂના દુષણ ને ડામવા પ્રતિજ્ઞા રૂપી ઈરાદો કરે તો ચોક્કસ પણે આ દારૂના દુષણ ને સમાજ માંથી દુર કરી શકાય છે. જેથી સરકાર અને પોલીસ તંત્ર એ સખ્તાઈ થી કાર્ય કરવાની જરૂર છે. મોટા ભાગના દારૂ ના ધંધાર્થીઓ પર પોલીસ તંત્રની ની મીઠી નજર હોવાથી જ દારૂનું દુષણ સમાજમાં ફૂલ્યું ફાલ્યું છે. જેને રોકવો રાજ્ય અને સમાજ માટે ખુબ જ મહત્વનું અને હિત દાયક છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી, રાજ્યના ગૃહમંત્રીશ્રી અને રાજ્યના પોલીસ મહાનિર્દેશકશ્રી ના વિશેષ પ્રયત્નો થી આપણે સમાજ માંથી આ દુષણ ને દુર કરી શકાય છે. જેથી આ ગંભીર બાબતે યોગ્ય આદેશ થવા વિશેષ અનુરોધ કરાયો છે.

        સમાજ માટે દારૂના દુષણ થી પણ ખતરનાક દુષણ છે ઉંચી વ્યાજખોરી. જેનો શિકાર સમાજ નો દરેક તબક્કો છે. રાજ્યમાં હજારોની સંખ્યામાં ધીરધારના વ્યવસાય સાથે ફાઈનાન્સ પેઢીઓ ધમધમે છે. અનેક પેઢીઓ  વ્યાજે નાણા ધીરનાર ગરીબ મજલૂમ જરૂરતમંદો પાસે થી માસિક ૫% થી ૨૦% જેટલું તગડું વ્યાજ વસુલે છે. જે વાર્ષિક ૬૦% થી ૨૪૦% જેટલું વ્યાજ થઇ જાય છે. આવું ગેરકાયદેસર વ્યાજ વસુલતી મોટા ભાગની ધીરધાર પેઢીઓ સમાજમાં લોહી ચૂસી સમાજનું શોષણ કરી રહી છે. જેની સામે રાષ્ટ્રીયકૃત બેંકો વાર્ષિક ૩% થી ૧૫% સુધીનો વ્યાજ મેળવે છે. અગાઉ પણ ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ સંસ્થાએ તા. ૨૮/૦૭/૨૦૨૧ ના રોજ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને પત્ર પાઠવી ઉંચી વ્યાજખોરી ડામવા અનુરોધ કરાયેલ હતો. તેમજ આજ સંદર્ભે સંસ્થા દ્વારા દેશ ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ ને તા. ૦૨/૦૮/૨૦૨૧ ના રોજ પત્ર પાઠવી તેમજ ભુપેન્દ્રભાઈ પટેલને ઉંચી વ્યાજખોરી ડામવા તા ૦૬/૦૧/૨૦૨૨ ના રોજ પત્ર પાઠવી ને અનુરોધ કરાયેલ છે.

        ઉપરોક્ત સંદર્ભે વ્યાજખોરી ડામવા માટે રાજ્ય સરકારના વિવિધ મંત્રાલયો, ધારાસભ્યશ્રીઓ દ્વારા ઉંચી વ્યાજખોરી ડામવા સંસ્થા વતી સંબંધિત વિભાગોને રજુઆતો કરાયેલ છે. પરંતુ રાજ્યભર માં તાજેતર માં ઉંચી વ્યાજખોરી ના કારણે અનેક ગરીબ, મજલૂમ, મજબુર અને જરૂરતમંદ લોકો વ્યાજખોરોના ચુંગલમાં ફસાઈ એમની પાસે કોઈ જ વિકલ્પ ન હોઈ આત્મહત્યા કરી પોતાનું અમુલ્ય જીવન ટૂંકાવે છે. જે ઘણું જ નિંદનીય છે. તેમજ લાખોની તાદાતમાં આમ લોકો આ ઉંચી વ્યાજખોરીના ચુંગલમાં ફસાયેલાં છે. આવા મજબુર લોકોનું જીવન આ વ્યાજખોરોએ હરામ કરી દીધું છે. આવા વ્યાજખોર લોકો મવાલી અને ગુંડાખોર હોઈ મજબુર, મજલૂમ સામે ધાક ધમકી, અપહરણ  અને  તેમને  મારકૂટ જેવા ગેરકાયદેસર ના શાસ્ત્રો પણ ઉગામે છે. પોલીસ તંત્ર પાસે આ સંદર્ભે ફરિયાદો પણ થાય છે પરંતુ ‘ધીરધાર’ ની સામાન્ય કલમો હેઠળ ગુનો નોંધી પોલીસ આ ઊંચા વ્યાજખોરો ને જામીન પર મુક્ત કરી દેતી હોય છે. જેથી આવા વ્યાજખોરો બેફામ બનતા જાય છે.  

વખતો વખત ભારતીય રીઝર્વ બેંક દ્વારા નિર્ધારિત કરાયેલી બિનસરકારી (ખાનગી) ફાઈનાન્સ માટે ના વ્યાજદર થી વધારે વ્યાજ વસુલતા તમામ વ્યાજખોરો માટે કડક થી કડક કાયદો અમલમાં આવે તો જ ઉંચી વ્યાજખોરી ને ડામી શકાય તેમ છે. આપણો દેશ અનેક ધર્મોનો વિવિધતામાં એકતા સમાન છે. અને અનેક ધર્મગ્રંથોમાં પણ વ્યાજ ને એક દુષણ એટલે કે હરામ, સમાજ માટે હાનીકારક ગણવામાં આવ્યો છે. સરકારોની પ્રાથમિકતા અને ફરજમાં આવે છે કે સમાજમાં ફેલાયેલા કોઈ પણ દુષણ ને ડામી અને તેની વિરુદ્ધ સખ્ત થી સખ્ત કાયદો અમલમાં લાવી અને ગરીબ, મજલૂમ, મજબુર પ્રજાજનો ને આવા વ્યાજખોર રાક્ષસો થી રક્ષણ આપે અને તેવીજ રીતે દારૂ રૂપી દુષણ ને ડામવા ઈત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ સંસ્થાના પ્રમુખ હાજી મોહમ્મદભાઈ આગરીયા તેમજ ટ્રસ્ટીગણ હાજી જુમાભાઈ રાયમા, ઇનામુલહક ઈરાકી, સૈયદ હૈદરશા પીર, હાજી નુરમામદભાઈ રાયમા, હબીબશા સૈયદ, સુલતાનભાઇ માંજોઠી, સદીકભાઇ રાયમા, શાહનવાઝભાઈ શેખ, સલીમભાઈ રાયમા, મૌલાના અબુદુજાના સાહબ, મોહંમદઅલી ભીમાણી, નજીબભાઈ અબ્બાસી, ડૉ.ફહીમ લાલા, નાસીરખાન પઠાણ, અ.રસુલભાઈ આગરીયા, અશરફભાઈ પાસ્તા, ઈદ્રીશભાઈ વ્હોરા તથા સમસ્ત સંસ્થા પરિવારે અનુરોધ કર્યો છે એવું ઇત્તિહાદુલ મુસલમીન-એ-હિંદ ટ્રસ્ટના પ્રવક્તા જલાલશા સૈયદે તેમની યાદમાં જણાવ્યું હતું.