બાવળા તાલુકાના બગોદરા શિયાળ ગામ વચ્ચે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત

બાવળા તાલુકાના શિયાળ ગામના હરજીભાઈ રામાભાઈ પઢાર અને બીજા એક વ્યક્તિ બગોદરા ગામ થી દેશી દારૂ પીવા અને લેવા માટે ગયેલ હતા.

તે પરત ફરતા બગોદરા થી શિયાળ ગામ વચ્ચે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા હરજીભાઈ રામાભાઈ પઢાર નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

લોક મુખે એવી ચર્ચા થઈ રહી હતી કે હરજીભાઈ રામાભાઈ પઢાર દારૂ પીધેલી હાલતમાં હતા.

અકસ્માત થતા જ તેમની સાથેના એક વ્યક્તિ ઘટનાસ્થળેથી નાસી ગયા હતા.

સામેના બાઇક ના બીજા બે વ્યક્તિઓને નાની મોટી ઈજા થઈ હતી જે લોકો શિયાળ થી બગોદરા હોટલ માં જમવા માટે જઈ રહ્યા હતા ત્યારે તેઓને અકસ્માત નડયો હતો.

બગોદરા 108 ને જાણ થતા જ કલ્પેશ જાની  ઈ એમ ટી અને રાહુલભાઈ કોલાદરા પાયલોટ ઘટના સ્થળે પહોંચી ઘાયલ વ્યક્તિને સરકારી હોસ્પિટલ બગોદરા ખાતે લઈ જવામાં આવ્યા હતા. જેમાંથી એકની હાલત ગંભીર જણાતા તેઓને અમદાવાદ સિવિલ અસારવા ખાતે રીફર કરવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતા જ બગોદરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.

રિપોર્ટર ગોહેલ સોહિલ કુમાર