પિતાની બીકથી ખંડેરમાં છુપાઈ રહેલા બાળકને પોલીસે શોધી પરિવારને સોંપ્યો.
તા : ૧૬.૭.૧૮ : નો બનાવ
મુન્દ્રા તાલુકાના ભુજપુર મધ્યે રવિવારે સવારે ૮ વાગ્યે ખાખરા વિસ્તારમાં રહેતો મુકેશ લોહાર (ઉ.વ. ૧૧) રમવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. જે સાંજે ૫ વાગ્યા સુધી પાછો ન આવતા તેના પિતા મંગલપ્રસાદ પાંચાલાલ લોહરે પોલીસને જાણ કરી હતી. બનાવને પગલે બાળકો ગાયબ થવાની અસંખ્ય અફવાઓ વચ્ચે આવેલી પોલીસે મુન્દ્રથી ૧૫ પોલીસ જવાનોની અલગ અલગ ટિમો બનાવી ભુજપુર રવાના કરી બાળકની શોધખોડમાં લાગી હતી અને ૨૪ કલાકની ભારે મહેનત બાદ તેજ વિસ્તારમાં એક સુમસામ ખંડેર માંથી મુકેશને શોધી તેના માતા-પિતાને સુપ્રત કર્યો હતો. બાદમાં બાળકને પૂછતાં માતા-પિતાએ ના પાડી હોવા છતાં રમવા ગયેલા મુકેશને પિતા મારશે તે બીકે ખાધાપીધાં વગર ખંડેરમાં છુપાઈ રહ્યો હતો. શોધખોળ દરમિયાન મુન્દ્રા ના પીઆઈ એમ.એન.ચૌહાણ, એએસઆઇ નારણભાઇ ગોહિલ, રવજી બરાડીયા, ગમુભા સોઢા, કુલદીપસિંહ રાણા સહિતનો સ્ટાફ જોડાયો હતો.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.