ચોરી થયેલ બાઇક સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા  પોલીસ અધિક્ષક શ્રી ડો.રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર ડિવિઝનનાં એ.એસ.પી.સફીહસન સાહેબ નાઓને અનડીટેકટ તેમજ ધરફોડ તથા વાહન ચોરીના બનાવો ને ધ્યાને લઇ સુચના કરેલ ભરતનગર પોલીસ સ્ટેશન નાં પોલીસ ઇન્સ. શ્રી એ.બી.ગોહિલ સા તથા પો.સબ.ઇન્સ શ્રી કુરેશી સાહેબ નાઓએ ભરતનગર સર્વલન્સ ડી સ્ટાફના ASI એચ. બી સોઢાતર તથા પો.કો. જયેન્દ્રસિંહ સહદેવસિંહ ચુડાસમા તથા પો.કો.રાહુલભાઇ કેશુભાઇ કંટારીયા તથા પો.કો.ખેંગારસિંહ ચંદુભા ગોહિલ તથા પો.કો.ફારૂકભાઇ જમાલભાઇ મહિડા તથા પો.કો.રાજદિપસિંહ ચંદુભા ગોહિલ વગેરે પોલીસ સ્ટાફનાં માણસો ખાનગી વાહનો દ્વારા અધેવાડા ગામ પાસે પેટ્રોલિંગમાં હતાં એ દરમિયાન અધેવાડા ગામ પાસે ખોડીયાર માતાજી ના મંદિર પાસે પહોંચતા સાથેનાં પો.કો.રાહુલભાઇ કેશુભાઇ કંટારીયા તથા પો.કો. જયેન્દ્રસિંહ સહદેવસિંહ ચુડાસમા નાઓને ખાનગી રાહે હકીકત મળેલ કે એક ઇસમ બુધેલ ગામ તરફથી નંબર પ્લેટ વિના બાઇક લઇ પસાર થવાનો છે એ બાઇક ચોરીનું હોવાનું જણાવતાં અમો તથા ઉપરોક્ત પોલીસ સ્ટાફ સાથે તળાજા નેશનલ હાઇવે રોડ પર આવેલ અધેવાડા ગામ પાસે ખોડીયાર માતાજી ના મંદિર નજીક વોચ માં રહેતાં ઉપરોક્ત બાતમી મુજબનાં વર્ણન વાળું બાઇક લઇને પસાર થતાં ઇસમને અટકાવી બાઇક નાં દસ્તાવેજો અંગે પુછપરછ કરતાં ગલ્લાં તલ્લા કરવાં લાગેલ અને ચેસીસ નંબર ME4JC65BGJ7072174  તથા એન્જિન નંબર JC65E72210742 હોય છે પોકેટ કોપ એપ્લિકેશનમા સર્ચ કરતાં તેનાં મોં.સા.માલીક નું નામ રાજેશભાઇ હસમુખભાઇ મકવાણા રહે ભાવનગર વાળાનું આવતાં તે મોં.સા ભાવનગર ભરતનગર હરીઓમનગર માંથી ચોરી કર્યા અંગેની કબુલાત આપતાં બે રાહદારી પંચોને બોલાવી સમજ કરતાં પંચો રૂબરૂ મજકુર ઇસમનું નામ પુછતાં પોતે પોતાનું નામ શાહરૂખ ઉર્ફે નવાબ હનીફભાઇ પઠાણ ઉ.વ.25.રહે સ્લમ બોર્ડ રૂમ નં 40 આનંદનગર ભાવનગર વાળો હોવા નુ જણાવ્યુ. ભાવનગર,ભરતનગર પોલીસ સ્ટેશનનાં પોલીસ સ્ટાફે  ચોરી થયેલ હોન્ડા સાઇન  સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડવામાં મહત્વની સફળતા મળેલ.

રિપોર્ટર એઝદ શૈખ ભાવનગર