ભુજના શરાફ બજારમાં ચાની હોટેલમાં ઉઘરાણી મુદ્દે મારા મારી થતા 4 ઘાયલ.

તા :૧૬.૭.૧૮: નો બનાવ

ભુજના શરાફ બજારમાં આવેલી ચાની હોટેલમાં નાના દીનારા ના યુવક અને હોટેલ માલિક તેમજ તેના બે માણસો વચ્ચે ચાના અગાઉના રૂપિયા મુદ્દે બપોરે દોઢ વાગ્યાના અરસામાં કુહાડી તથા છરી વડે સામ સામે થયેલ હુમલામાં ચાર જણને ગંભીર ઈજાઓ થતા ચારેયને જી.કે. જનરલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. પોલીસે સામસામી બને પક્ષની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા મુજબ સોનીવાડમાં નવા જેઠીમલ ફળિયામાં રહેતા અને શરાફ બજારમાં ‘જેઠી ટી સ્ટોલ’નામે ચાની હોટેલ ચલાવતા સુરેશભાઈ દામજીભાઈ જેઠી (ઉ.વ.૬૦) અને નાના દીનારાનો ઇબ્રાઇમ અલાના સમા વચ્ચે અગાઉના ચણા રૂ. બાબતે ઝગડો થતા ઉશ્કેરાટમાં આવી ઇબ્રાહિમે સુરેશભાઈને છાતી ના ભાગે તેમજ હોટેલમાં કામ કરતા ધર્મેન્દ્ર બટુક જેઠી (ઉ.વ.૩૦) અને શૈલેષ અમૃતલાલ ચાવડા (ઉ.વ.40) ને હાથના ભાગે છરીના ઘા મારતા ત્રણે જણાઓને હોસ્પિટલમાં ખસેડાયા હતા. તો બીજી તરફ મારામારીમાં ઇબ્રાહીમ અલાના સમા (ઉ.વ.૩૭) ને પણ હોટેલના માલિક અને માણસોએ માથામાં કુહાડીના ઘા તેમજ લાકડીથી માર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. ચારેય જણાઓને હોસ્પિટલ ખસેડાયા હતા તેમજ શરાફ બજારમાં પણ પરિસ્થિતિ વધુ ના બગડે તે માટે પોલીસ તૈનાદ કરી દેવાયા હતા. બંને પક્ષની ફરિયાદ નોંધી ભુજ એ ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *