અપહરણ થયેલ સગીર વયની બાળકી તથા આરોપીને શોઘી કાઢતી મુંદરા પોલીસ
ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એન. પંચાલ સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓની સુચનાથી સગીર બાળકોને શોધી કાઢવાની સ્પેશિયલ ડ્રાઇવનુ આયોજન કરેલ હોઇ જે ડ્રાઇવ અન્વયે મુંદરા પોલીસ સ્ટેશનમાં સગીરના અપહરણનો દાખલ થયેલ ગુના કામે સગીર વયની બાળકી ને આરોપી લલચાવી ફોસલાવી પોતાની સાથે લઇ ગયેલ હોઇ જે આરોપીને ટેકનીકલ સર્વલન્સ તથા હયુમન રિસોર્સીસ ની મદદથી અંજાર ખાતેના જી.આઇ.ડી.સી.વિસ્તારમાંથી આરોપીને તથા સગીર બાળકીને શોધી કાઢવામાં મુંદરા પોલીસને સફળતા મળેલ છે . આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધીરુ કાંન્તીલાલ પરમાર ઉ.વ .૨૧ મુળ , ગામ વરસડા તા – કાંકરેજ જી.બનાસકાંઠા હાલે રહે – ધ્રબ તા મુંદરા આ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ : આ કામગીરીમાં પો.ઇન્સ.શ્રી એચ.એસ.ત્રીવેદીનાઓ સાથે પોલીસ સ્ટાફના એ.એસ.આઇ સંજયસિંહ જાડેજા તથા જીગ્નેશભાઇ અસારી તથા પો.હેડ.કોન્સ.રવજીભાઇ બરાડીયા તથા દર્શનભાઇ રાવલ નાઓ જોડાયેલ હતા
