ભાવનગર ખાતે B.P.T.I કોલેજ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉનાળાની અસહય ગરમીના દિવસોમાં ઠંડુ પાણી મળી રહે તે હેતુસર શ્રી મુન્નાભાઈ વરતેજી તરફથી ૧૧૦ લીટરનુ વોટરકુલર સમર્પિત કરવામાં આવ્યું
તા.૧૮-૦૫-૨૦૨૨ ના રોજ સર ભાવસિંહજી પોલીટેકનીક કોલેજ ( સર બી પી ટી આઈ વિધ્યાનગર ):ભાવનગર ખાતે હાલમાં અભ્યાસ કરતા આશરે ૩૦૦૦ થી વધુ વિધ્યાર્થીઓને હાલની ઉનાળાની અસહય ગરમીના દિવસોમાં સ્વચ્છ તેમજ ઠંડુ પીવાનુ પાણી મળી રહે તે હેતુસર ઠંડા પાણીનુ ૧૧૦ લીટરનુ વોટરકુલર ( સબીલે હુસૈન અ.સ.) ભાવનગરના અગ્રણી શ્રી મુન્નાભાઈ વરતેજી તરફથી સમર્પિત કરવામાં આવેલ છે.(જેમના દ્વારા આ ૪૫મુ વોટરકુલર દાન કરવામાં આવેલ છે) આ પ્રસંગે પ્રિન્સીપાલ શ્રી બી આર પટેલ સાહેબ, દરેક ખાતાના વડાશ્રીઓ, અબ્બાસભાઈ વસાયા, હસનૈનભાઈ નુરાની, સલીમભાઈ રવજાણી, ઈમરાનભાઈ રાજાણી વગેરે ઉપસ્થિત રહેલ. સંસ્થાના વિધ્યાર્થીઓ તેમજ સ્ટાફની પીવાના પાણીની વ્યવસ્થામાં વધારો થતા સૌએ આનંદની લાગણી અને આભાર વ્યકત કરેલ છે.
*રિપોર્ટર એઝદ શૈખ ભાવનગર
