ગાંધીધામની રીશી શિપિંગ કંપની પાસે આવેલી ઓઇલ ઇન્ડ્રસ્ટ્રીઝના ગોદામમાંથી સ્થાનિક પોલીસે દરોડો પાડી દેશી દારૂ બનાવવા માટે વપરાતા અખાદ્ય ગોળનો જથ્થો ઝડપી પાડયો

ગાંધીધામની રીશી શિપિંગ કંપની પાસે આવેલી ઓઇલ ઇન્ડ્રસ્ટ્રીઝના ગોદામમાં સ્થાનિક પોલીસે દરોડો પાડી દેશી દારૂ બનાવવામાં વપરાતા રૂ. 2.11 લાખની કિંમતના અખાદ્ય ગોળની 705 ભીલી ઝડપી કાયદેસર કાર્યવાહી કરી હતી. હાલ સંકુલમાં દેશી અને વિદેશી દારૂની બદ્દી નાબૂદ કરવા પોલીસે ધંધાર્થીઓ પર તવાઇ બોલાવી છે જેમાં દેશી દારૂ બનાવવામાં વપરાતા અખાદ્ય ગોળનો સંગ્રહ કર્યો હોય તેવી જગ્યાએ પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. એ-ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એ.બી.પટેલની સૂચનાથી ટીમે રીશી શિપિંગ કંપની પાસે આવેલી જલદેવ ઓઇલ ઇન્ડ્રસ્ટ્રીઝના ગોદામમાં દરોડો પાડી રૂ. 2,11,500 ની કિંમતના અખાદ્ય ગોળની 705 ભીલી ઝડપી કાયદેસર કાર્યવાહી કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે ગત અઠવાડીયે પણ અખાદ્ય ગોળનો જથ્થો પોલીસે ઝડપ્યો હતો.
રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ