કંડલા મરીન પોલીસ ની સફળતા

521f3a76-064e-479f-91e0-d05fb2592ffe

કંડલા મરિન પોલીસ મથકની ટીમ તુણા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે, જામા મસ્જિદ પાછળની બાવળની ઝાડીમાં અમુક ઇસમો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે દરોડો પાડી ગંજીપાના વડે જુગટું રમી રહેલા ઇદ્રિશ સાલેમામદ મુંગરાણી, આધમ ઇલિયાસ બાપડા, અયુબ ગની ખલીફા, ગની હારૂન સાયચા, અકબર જુસબ બાપડા અને હારૂન સુલેમાન ચબને રૂ.10,100 રોકડ સાથે પકડી લઇ કાયદેસર કાર્યવાહી કરાઇ હતી.

રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ