જાહેરમાં ગંજીપત્તાનાં પાના-તથા પૈસા વતી હાર-જીતનો જુગાર રમતાં કુલ-૪ ચાર ઇસમોને રોકડ રૂ.૧૦,૫૪૦/-નાં મુદામાલ સાથે ઝડપી લેતી ભાવનગર પોલીસ.

પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, સીટી ડિવિઝનનાં એ.એસ.પી.સફીહસન સા ને ભાવનગર શહેર વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખ્ત સુચના આપેલ.
ઉપરોક્ત અધીશ્રીઓની સુચનાઓ હેઠળ ભરતનગર પોલીસ સ્ટેશનનાં પો.ઇન્સ.શ્રી એ.બી.ગોહીલ.સા તથા ભરતનગર પોલીસ સ્ટેશનનાં પો.સબ.ઇન્સ.એમ.જે.કુરેશી સાહેબ શ્રીઓની સુચનાઓ અને માર્ગદર્શન હેઠળ ભરતનગર પોલીસ સ્ટેશનનાં એ.એસ.આઇ.એસ.બી.સોઢાતર તથા પો.કો.ખેંગારસિંહ ગોહિલ તથા પો.કો.જયેન્દ્રસિંહ ચુડાસમા તથા પો.કો.રાહુલભાઇ કંટારીયા તથા પો.કો.રાજદિપસિંહ ગોહિલ તથા પો.કો.ફારૂકભાઇ મહિડા તથા વિગેરે પોલીસ સ્ટાફનાં માણસો ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનો દ્વારા પેટ્રોલિંગમાં હતાં એ દરમ્યાન લાલા બાપા ચોક પાસે પહોંચતા સાથેનાં પો.કો જયેન્દ્રસિંહ સહદેવસિંહ ચુડાસમા તથા પો.કો.રાહુલભાઇ કેશવભાઇ કંટારીયા નાઓની સંયુક્ત ખાનગી રાહે હકીકત મળેલ કે સીદસર રોડ ખોડીયાર મંડપ વાળા સામેનાં ખાંચામાં કામીનીયાનગર જવાનાં રસ્તે ખુલ્લી જાહેર જગ્યામાં અમુક ઇસમો ગોળ કુંડાળું વળી પૈસા પાના વતી હાર-જીતનો જુગાર રમે છે એ હકીકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતાં કુલ-૪ ઇસમોને ગંજીપત્તાનાં પાના તથા રોકડ રકમ સાથે ઝડપી પાડેલ.
(૧)જીગરભાઇ જીતેન્દ્રભાઇ ચૌહાણ ઉ.વ.૩૦ રહે. આઝાદનગર મફતનગર ભુપતસિંહના મકાનમાં ભાડેથી મુળ ગામ સાણોદર તા.ધોધા જી.ભાવનગર.
(૨)જસમતભાઇ બચુભાઇ ભાલીયા ઉ.વ.૩૦ રહે. મુળ ગામ ઉંચા કોટડા વાડી વિસ્તાર તા.મહુવા જી.ભાવનગર.
(૩)શકિતસિંહ લખુભા ગોહિલ ઉ.વ.૩૦ રહે. કેસરીયા હનુમાનજી મંદિર નજીક કાળીયાબીડ ભાવનગર મુળ ગામ ફુલકા તા.ગીરગઢડા જી સોમનાથ.
(૪)વિજયભાઇ ભુપતભાઇ બાંભણીયા ઉ.વ.૩૮.રહે. કાળીયાબીડ કુંભાર છાત્રાલય પાસે પ્લોટ નં.૯૭. ભાવનગર.
આ જુગારવાળી જગ્યાએથી ગંજીપતાનાં પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/- રોકડ રૂ.૧૦,૫૪૦/- નાં મુદ્દામાલ સાથે તપાસ અર્થે કબ્જે કરેલ.જે અંગે તમામ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જુગારધારા કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ.
રિપોર્ટર એઝદ શૈખ ભાવનગર