ગાંધીધામ, આદિપુર તથા ભચાઉ વિસ્તારમાં વિદેશી તથા દેશી દારૂ બનાવતા/વેચાણ કરતા ઇસમો પર કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ –કચ્છ, ગાંધીધામ

બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહી./જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સપેક્ટરથી એમ.એન.રાણા એલ.સી.બી.નાઓની આગેવાનીમાં અલગ અલગ ટીમો દ્વારા ગાંધીધામ એ ડીવી.,ગાંધીધામ બી ડીવી., આદિપુર તથા ભચાઉ વિસ્તારમાં વિદેશી તથા દેશી દારૂ બનાવતા તેમજ વેચાણ કરતા ઇસમો પર કાર્યવાહી કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી માટે ગાંધીધામ એ ડીવી.,ગાંધીધામ બી ડીવી., આદિપુર તથા ભચાઉ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. આરોપીઓનાં નામ (૧) કમલ ઉર્ફે ગોલુ કિશોરભાઈ ઢાલવાણી રહે. એસ.એફ.એક્સ-૮૫,ગુરૂનગર ગાંધીધામ (૨) ગરૂવંતસિંહ ઉર્ફે ટીટાસીંગ સ/ઓમીલખાસીંગ જાટ શીખ ઉ.વ. ૫૫ રહે. વીરીંગ મોહનપુરા તા.જી.તરણતારણ (પંજાબ) હાલે રહે. ભચાઉ થી ગાંધીધામ જતા હાઇવે રોડ ઉપ૨ આવેલ અણુશક્તિ કંપનીની બાજુમાં આવેલ જુની સંધુ હોટલ ઉપર ભચાઉ (3)કિશનભાઇ શામજીભાઇ મહેશ્વરી ઉ.વ.૧૯ રહે.જી.આઇ.ડી.સી.ઝુંપડાવિસ્તાર આદિપુર (૪) રાબીર નઝમુદિન બાયડ રહે. અંજાર (૫) ભાનુબેન જયંતીભાઇ ઠાકોર રહે. કાર્ગો ઝુંપડા,એકતાનગર ગાંધીધામ મુદ્દામાલની વિગત
વિદેશી દારૂ તથા દેશી દારૂ કિ.રૂ.૫૭૧૫/ રોકડા રૂ. ૪૦૦/
આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઈન્સપેક્ટર એમ.એન.રાણા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર કે.એન.સોલંકી તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ