મેઘા આરોગ્ય કેમ્પ નો ૨૩૬ લોકોએ લાભ લીધો

અબડાસા તાલુકાના નાના એવા લાખણિયા ગામમાં આંખોનાં તમામ રોગો સાથે શરીરના તમામ નાના-મોટા, અસાધ્ય દરેક હઠીલા રોગોનું નિદાન, સારવાર અને તમામ ઓપરેશન ફ્રી મેઘા આરોગ્ય કેમ્પ નો ૨૩૬ લોકોએ લાભ લીધો હતો અને ૩૦ જણાના ઓપરેશનો કરી અપાશે. શ્રી જમણા બેન નરશી આઇયા સેવા ટ્રસ્ટ, મુંબઈ ને લાખણિયા, જિલ્લા પંચાયત ભુજ, કે સી આર સી ( અંધજન મંડળ ) ભુજ. યુગ નિર્માણ ગાયત્રી પરિવાર નલિયા, કચ્છ, લાખણિયા રામદેવપીર મંદિર સેવા સમિતિ, લાખણિયા જૂથ ગ્રામ પંચાયત અને લાખણિયા તેમજ આજુબાજુ ના ગામો નાં સેવાભાવી સજ્જનો દ્વારા સંયુક્ત આયોજિત આ મેઘા આરોગ્ય કેમ્પમાં મુખ્યત્વે આંખના તમામ રોગો સાથે શરીરના દરેક જાતના હઠીલા, અસાધ્ય રોગો તેમજ નાના કે મોટા તમામ રોગો માટે અત્યાર નાં સંજોગો માં ખુબજ સફળ તેમજ કોઈ પણ આડ અસર વગરની અને કાયમી રોગ મટાડતી, મોંઘી અને અસરકારક હોમીયો પેથીક ફ્રી સારવાર કેમ્પ નો ફક્ત બે દિવસ ના ટૂંકા ગાળા ની તૈયારી માં પણ કાર્ય કરો ની અથાગ મહેનતના કારણે આજુ બાજુના ચાર ગામો માંથી આવી ને બહોળા પ્રમાણમાં ૨૩૬ દર્દીઓ એ લાભ લીધો હતો. ૩૦ જણા ના ઓપરેશનો કરી અપાશે. હોમીઓ પેથિક નિષ્ણાત ડૉ. શ્વેતા બેન સેલોત તેમજ આંખના મેગા કેમ્પમાં કે સી આર સી આઈ હૉસ્પિટલ ભુજનાં આંખનાં ડૉ. રહિશા બેને સારી સેવા આપી હતી.