કચ્છ જિલ્લામાં વર્ષ ૨૦૧૮થી અત્યારસુધીમાં ૨૧.૩૫ લાખ લાભાર્થીઓને ઓપીડીની સારવાર મળી

આયુષ્માન ભારતના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની સારવારના લીધે નાગરિકોના આરોગ્ય પાછળ થનારા ખર્ચમાં ઘટાડો થયો છે

આયુષ્માન ભારત અંતર્ગત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનો પ્રારંભ ભારત સરકારશ્રી દ્વારા કરવામાં આવ્યો છે. આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તરીકે કચ્છ જિલ્લામાં વર્ષ ૨૦૧૮થી અત્યારસુધી વર્ષ કુલ -૬૭ પ્રા.આ.કે,  અર્બન હેલ્થ સેન્ટર -૧૦ અને કુલ સબ સેન્ટર -૪૪૨માંથી ૩૯૮ સબ સેન્ટરને હેલ્થ એન્ડ વેલનેસ તરીકે કાર્યરત કરેલ છે. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તરીકે કાર્યરત કરવાનો મુખ્ય ઉદેશ એ છે કે જિલ્લાના ગામડાના છેવાડાના લોકોને આરોગ્ય વિષયક સેવાઓ મળી રહે તેમજ આરોગ્યની સાથે વેલનેસ એટલે કે આ સેન્ટર પર યોગ પણ કરાવવામાં આવે છે. યોગથી પણ લોકોમાં સ્વાસ્થ પ્રત્યે જાગૃતિ લાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર પેટા આરોગ્ય કેન્દ્રમાં કુલ ૧૨ સેવાઓનો ખાસ કરીને મહત્વ આપવામાં આવે છે જે નીચે મુજબ છે.

સગર્ભા માતાની પ્રસુતિ તથા પ્રસુતિ પછીની સારસંભાળ, નવજાત શિશુ અને ૧ વર્ષની નાના બાળકની આરોગ્યની સારસંભાળ, રસીકરણ સહિત બાળ-સંભાળ અને કિશોર-કિશોરીઓને પુરતી આરોગ્ય સેવાઓ, કુટુંબ કલ્યાણની લગતી સેવાઓ અને આરોગ્ય સેવાઓ, સામાન્ય રોગચાળા દરમિયાન આપવાની થતી સેવાઓ તેમજ સામાન્ય બીમારીઓના ઉપચાર, રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોનું સઘન સંચાલન. જેમાં સંચારી અને રોગચાળા સંબંધિત પ્રોગ્રામનું અમલીકરણ, ડાયાબીટીસ, હાયપર ટેન્શન, કેન્સર, જેવા નોન કમ્યુનીકેબલ (બિન સંચારી) રોગોનું નિદાન તેમજ સુવ્યવહાર સારવાર , આંખ, નાક, કાન તથા ગળાને લગતી બીમારી અને રોગોનું સ્ક્રીનિંગ, નિદાન તેમજ સારવાર, દાંત સંબંધિત સેવાઓ, માનસિક આરોગ્યને લગતી બીમારીઓનું નિદાન તેમજ સારવાર, વધુ વય ધરાવતા વ્યકિતઓ માટે ઉંમરને સંલગ્ન સારવાર, ઈમરજન્સી સેવાઓ (પ્રાથમિક) વગેરે સેવાઓને પર ખાસ કરીને ભાર મૂકવામાં આવે છે.

કચ્છ જિલ્લામાં અત્યારસુધીમાં કુલ ૩૯૮માંથી ૩૮૪ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર કોમ્યુનીટી હેલ્થ ઓફિસરની જગ્યા ભરવામાં આવી છે. પેટા આરોગ્ય કેન્દ્ર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર કોમ્યુનીટી હેલ્થ ઓફિસરના કારણે ઓપીડી સેવાઓ કાર્યરત થઈ છે.  આ તમામ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર વર્ષ ૨૦૧૮થી અત્યારસુધીમાં કુલ ૨૧,૩૫,૮૪૫ ઓપીડી, કુલ ૧૮,૯૭ ૯૬૨ લાભાર્થીઓને દવાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. કુલ ૧૧,૫૭, ૪૬૯ ડાયગ્નોસ્ટીક ટેસ્ટ કરાયા છે. ઈ-સંજીવની ટેલી કન્સલટેશન દ્વારા કુલ ૧,૩૧,૧૭૦ને ટેલી કન્લ્સટેશનથી આરોગ્ય સેવા પ્રાપ્ત થઈ છે.

આમ કુલ ૨૪,૭૩૮વ વેલનેસ એક્ટીવિટી કરવામાં આવી છે. હાયપર ટેન્સન સ્કીનિંગ ૭,૦૫,૦૯૧, ડાયાબિટીસ સ્ક્રીનિંગ ૫,૧૭,૦૭૯ ,ઓરલ કેન્સર સ્ક્રીનિંગ ૩,૬૪,૩૫૦, બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ ૧,૪૧,૯૯૧, સર્વાઈકલ કેન્સર સ્કીનિંગ ૧,૨૪,૭૫૯ અને ૨૩,૦૬૭ જેટલા ટીબી શંકાસ્પદ કેસની તપાસ કરાઈ છે. આ યોજના થકી નાગરિકોના આરોગ્ય પાછળ થનારા ખર્ચમાં ઘટાડો થયો છે અને તેના લીધે નાગરિકોની સુખાકારીમાં વધારો થયો છે.  

હેમલતાબેન પારેખ