આદિપુર પો.સ્ટે . વિસ્તારમાંથી વિદેશી દારૂનો કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ , પુર્વ –કચ્છ , ગાંધીધામ
બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ , સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા સાહેબશ્રી પૂર્વ કચ્છ , ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહી . / જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય આજરોજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એન રાણા એલ.સી.બી નાઓની આગેવાનીમાં એલ.સી.બી.ટીમ આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતી અને પેટ્રોલીંગ દરમ્યાન ખાનગી બાતમી હકીકત આધારે વોર્ડ -૪ બી , પ્લોટ નં . ૫૬ , સાધુ વાસવાણી નિકેતન એપાર્ટમેન્ટ આદિપુર ખાતે રેઇડ કરી નીચે જણાવ્યા મુજબ આરોપી તથા મુદામાલ કબ્જે કરી કાયદેસ ૨ ની કાર્યવાહી કરી આદિપુર પોલીસ સ્ટેશન ને સોંપવામાં આવેલ છે.
પક્ડાયેલ આરોપીનુ નામ : ( ૧ ) મનોજ ભગવાનદાસ હિરાનંદાની ઉ.વ. ૩૦ રહે . ૪ / બી , પ્લોટ નંબર -૫૬ , સાધુ વારાવાણી નિકેતન એપાર્ટમેન્ટ આદિપુર હાજર નહી મળેલ આવેલ આરોપીનુ નામ : ( ૧ ) લમણ ઉર્ફે લચ્છુ લીલારામ હેમનાણી રહે . વોર્ડ ૬ / બી આદિપુર ( ૨ ) અનિલ ચંદનાણી રહે . આદિપુર .
મુદામાલની વિગત : – અંગ્રેજી દારૂની બોટલો નંગ -૨૮ તથા બીયર ટીન નંગ -૪૮ કુલે કિ.રૂ .૧૪,૮૭૫ / નો દારૂ તથા મોબાઇલ ફોન નંગ -૧ કિ.રૂ. ૩,૦૦૦ / – મળી કુલે કિ.રૂ. ૧૭૮૭૫ /
આ કામગી ૨ી લોકલ કાઈમ બ્રાન્ચનાં પોલીસ ઈન્સપેક્ટર એમ.એન.રાણા તથા પોલીસ સબ ઈન્સપેક્ટર ડી.આર.ગઢવી તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે .
રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ