ગણતરીના કલાકોમા લુંટ નો ગુનો શોધી આરોપીઓ પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ગાંધીધામ એ- ડિવીઝન પોલીસ
પોલીસ મહાનીરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા સાહેબ શ્રી પુર્વ – કચ્છ ગાંધીધામ તથા ઇ.નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જી.ઝાલા સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓએ પુર્વ – કચ્છ જીલ્લામાં મીલ્કત સબંધી વણશોધાયેલ ગુનાઓ શોધવા સુચના આપેલ હોય અને ગાંધીધામ એ – ડિવીઝન પો.સ્ટે.ગુ.ર.નં ૦૪૯૩/૨૦૨૨ ઇ.પી.કો કલમ- ૩૯૨,૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુનો રજી . થયેલ હોય જેથી પોલીસ ઇન્સપેકટર એ.બી.પટેલ ગાંધીધામ એ – ડિવીઝન પોલીસ સ્ટેશન નાઓએ ગાંધીધામ એ – ડિવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસોની ટીમ બનાવી તેઓને સતત માર્ગદર્શન અને સુચના આપી ટેક્નીકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી મળેલ બાતમી આધારે ટ્રાન્સપોર્ટનગર ગાંધીધામ ખાતેથી આરોપીઓને નીચે મુજબના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . પકડાયેલ આરોપીઓ ( ૧ ) મુકેશ સ / ઓ લક્ષ્મણભાઇ વાલ્મીકી ઉ.વ .૨૭ રહે.ધોબીઘાટ સુંદરપુરી ગાંધીધામ . ( ૨ ) સિદ્દીક સ / ઓ જુમા ચાવડા ઉવ .૨૭ રહે.કિડાણા મિયાણાવાસ તા.ગાંધીધામ ( ૩ ) શહેઝાદ સ / ઓ સિદ્દીક દેથા ઉવ .૩૦ રહે.મહેશ્વરીનગર ઝુપડપટ્ટી ગાંધીધામ પકડાયેલ મુદ્દામાલઃ ( ૧ ) રોકડા રૂપીયા ૫૫૦ / ( ૨ ) વીવો કંપનીનો મોબાઇલ કિ.રૂ .૧૨,૦૦૦ / -કુલ કિ.રૂ .૧૨,૫૫૦ / શોધાયેલ ગુનો ગાંધીધામ એ – ડિવીઝન પો.સ્ટે . એ.ગુ.ર.નં ૦૪૯૩/૨૦૨૨ ઇ.પી.કો કલમ- ૩૯૨,૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ . આરોપીઓનો એમ.ઓ : ઉપરોક્ત આરોપીઓ અવાવરૂ રસ્તા ઉપર આવતા જતા રાહદારીઓને છરી બતાવી ખીસ્સામાંથી મોબાઇલ તથા રોકડા રૂપીયા લુટ કરી જવાની એમ.ઓ ધરાવે છે . ઉપરોકત કામગીરી પોલીસ ઇન્સ્પેકટર એ.બી.પટેલ નાઓની સુચનાથી પો.સબ ઇન્સ.ડી.જી.પટેલ તથા ગાંધીધામ એ – ડિવીઝન પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે .