ગૌરક્ષકોએ ૧૨૦ કિલો માંસ પકડી પોલીસને જાણ કરી

ગરબાડા પોલીસ મથકની સામે જ એક રહેણાંક મકાનમાં જાહેરમાં વિના રોકટોક  ફુલ બજારમાં માંસ વેચવાનો ધંધો ચાલી રહ્યો છે તારીખ ૩૦મીના રોજ ગૌરક્ષક દળ દ્વારા ફકીર મોહમ્મદ સેખ નામક વ્યક્તિના મકાનમાં છાપો મારી અને ૧૨૦ કિલો મટનનો જથ્થો પકડી પોલીસને ઘટનાની જાણ કરાઇ હતી પોલીસના આવ્યા બાદ પશુ અધિકારીને બોલાવવામાં આવ્યા હતા અને મટનનું સેમ્પલ સુરત ખાતે મોકલવામાં આવ્યું હતું ખરેખર આ મટન ગૌમાંસ છે કે તે પરીક્ષણ બાદ જ ખબર પડશે પોલીસ મથકની સામે જ્યાં મટનના વેચાણનો ધંધો ચાલી રહ્યો છે તેની બાજુમાં જ તાલુકા પ્રાથમિક શાળા આવેલી છે જ્યાં હજારો બાળક અભ્યાસ કરવા આવે છે તેના માનસ પટ પર આની વિપરત અસર પડતી હોય સ્થાનિક તંત્ર દ્વારા આ બાબતે કડક કાર્યવાહી કરવામાં આવી જોઇએ અને અહીંયાથી જાહેરમાં વેચાતો મટનનો ધંધો કાયમ ધોરણે બંધ થવો જોઈએ તેવી લોકોમાં માંગ ઉઠી છે અગાઉ પણ આજ સ્થળેથી અનેક મટન પકડાઈ ચુક્યું છે આ ઘટના જ્યાં બની ત્યાંથી એક જીવિત ગાય પણ મળી આવી હતી જોકે પાછળથી તે ગાયોનો માલિક બીજું કોઈ હોય તેને છોડી મૂકવામાં આવી હતી પરિક્ષણ માટે મોકલાવેલા મટન સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ આ અંગે ગુનો દાખલ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે