અંજારમાં યુવાનને બ્લેકમેલ કરી આત્મહત્યાનુ પગલા લેવા કર્યો મજબૂર


અંજારના વિજયનગર વિસ્તારમાં દિગ્વિજયસિંહ મહેન્દ્રસિંહ પરમારના આત્મહત્યા પ્રકરણમાં ચાર લોકો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. અંજારના વિજયનગર વિસ્તારમાં ભાટીયા ડેલીની બાજુમાં રહેનાર દિગ્વિજયસિંહ નામના યુવાને ગઈકાલે બપોરે પોતાના ઘરે અંતિમ પગલું ભરી લીધું હતું. આ યુવાન ઘરે ઉપરના રૂમમાં હતો ત્યારે આડીમાં દોરડું બાંધી ગળેફાંસો ખાઇ છેલ્લા શ્વાસ લીધા હતા. આ અંગે તેના પિતાએ યુવાનના મોબાઈલની તપાસ કરતા તેણે આત્મહત્યા કરવાથી પહેલા મોબાઇલમાં અવાજ રેકોર્ડિંગ કર્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, આ રેકોર્ડિંગમાં ‘હેલ્લો પપ્પા મહેક છે, તે બધા મળી એનો પરિવાર આખો મળી છોટુ સજ્જુ એની મમ્મી એનો આખો પરિવાર મળી મારા કને હૈને રેપના કેસની ધમકી દીધી અને પૈસા રગતા હતા એના લીધે મારાકને પૈસા રહ્યા નથી. એના લીધે હું સુસાઇડ કરું છું ભલ્લે’ તેવું હોવાનું જણાવ્યું હતું આજ વિસ્તારમાં રહેતા પપ્પુભાઇની દીકરી સાથે આ યુવાનને પ્રેમ સંબંધ હતો જે અંગે તેના પરિવારજનોને ખબર પડતાં તેમણે આ યુવાન પાસેથી પૈસાની માંગણી કરી બળાત્કારની ફરિયાદ કરવાની ધમકી આપી હતી. આ પ્રકરણમાં સચિન ઉર્ફે સચ્ચુ પપ્પુ બાવાજી, સંદિપ ઉર્ફે છોટુ પપ્પુ બાવાજી, મીનાબેન પપ્પુ બાવાજી તથા મહેક પપ્પુ બાવાજી વિરુદ્ઘ મહેન્દ્રસિંહ ભોપાલસિંહ પરમારે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી.