સીટી ટ્રાફીક પોલીસ ગાંધીધામ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાગતા નેશનલ હાઇ-વે પર પાર્ક કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી કરી દંડ વસુલી કરેલ ટ્રાફીક નિયમનની કામગીરી

સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામનાઓની સીટી વિસ્તારમાં ટ્રાફીક નિયંત્રણ કરવા અંગેની સુચના અને માર્ગદર્શન હેઠળ સીટી ટ્રાફીક પોલીસ દ્વારા ગાંધીધામ સીટી ટ્રાફીક પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા નેશનલ હાઇવે ઉપર તેમજ સર્વીસ રોડ પર ગેર કાયદેસર પાર્ક કરેલ વાહન ચાલકો વિરુદ્ધ દંડનીય કામગીરી કરી હાઇ-વે ઉપર કે સર્વીસ રોડ પર વાહન પાર્ક નહીં કરવા અંગે તાકીદ કરી એન.સી કેસો કરી દંડનીય કામગીરી કરેલ છે

અનુ ૧. કરેલ એન.સી કેસો ૯૬ સ્થળ દંડ ૪૬.૬૦૦/-

આ કામગીરી પો.સ.ઇ. વાય.કે ગોહિલ તથા ટ્રાફીક શાખાના કર્મચારીઓ તથા ટ્રાફીક બ્રીગેડના જવાનો સાથે રહી કામગીરી કરેલ છે.

રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ