ખડીર વિસ્તાર ની મુલાકાત જિલ્લા સમાહર્તા એ લીધી

આજે જિલ્લા કલેકટર પ્રવિણા ડી. કે. એ વિશ્વ પ્રસિદ્ધ હડપ્પન સંસ્કૃતિના અવશેષો ધરાવતા અને વર્લ્ડ હેરિટેજ મા સામેલ ધોરાવીરા અને ખડીર વિસ્તાર ના વિવિધ ગામોની મુલાકાત લીધી હતી જેમાં ધોરાવીરા ખાતે બીએસએફ ના કેમ્પ ખાતે સીમા સુરક્ષા દળ ના અધિકારીઓ અને જવાનો સાથે ચર્ચા કરી હતી અને ખુટતી કડી અંગે ચર્ચા કરી હતી તો ખડીર પોલીસ મથકના ગઢડા પોલીસ મથક ની મુલાકાત લીધી હતી જેમાં પોલીસ કર્મચારીઓ ના વિવિધ પ્રશ્ર્નો અંગે ચર્ચા કરી હતી ઉપરાંત પોલીસ મથક ના રેકોર્ડ ની તપાસ કરી હતી ઉપરાંત ખુટતી સુવિધા તેમજ અન્ય મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી જનાણ ગ્રામ પંચાયત ની મુલાકાત લીધી હતી અને પંચાયતના રેકોર્ડ ની તપાસ કરી જરૂરી સુચન કર્યું હતું ધોરાવીરા સહિત ના વિવિધ ગામોહની મુલાકાત લીધી હતી અને વિશ્વ પ્રસિદ્ધ ધોરાવીરા અને ખડીર વિસ્તાર ના વિવિધ પ્રશ્નો અંગે જાત મુલાકાત લીધી હતી આ સમયે ભચાઉ ના ઇન્ચાર્જ મામલતદાર  એ. બી. મંડોરી અને પીએસઆઇ જે. એન. ચાવડા. રાજકુમાર આહિર કિશોરસિંહ જાડેજા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.